
લંડન, તા. 14 મે 2019, મંગળવાર
ICCએ વર્લ્ડ કપને ફિક્સિંગથી બચાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ICCએ પહેલીવાર વિશ્વકપમાં તમામ 10 ટીમોમાં એન્ટિકરપ્શન અધિકારી રાખશે જેથી ટૂર્નામેન્ટને ફિક્સિંગથી બચાવી શકાય. રિપોર્ટ્સ પ્રમાણે આ અધિકારી ટૂર્નામેન્ટના અંત સુધી ટીમોની સાથે રહેશે. રિપોર્ટ પ્રમાણે આ પહેલા ICCની એન્ટી કરપ્શન ઇકાડ્રના અધિકારી દરેક વેન્યૂમાં તૈનાત રહેતા હતા જેના કારણે ટીમોએ ટૂર્નામેન્ટ દરમિયાન ઘણાં અધિકારીઓ સાથે સંપર્ક કરવો પડતો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, હવે એક અધિકારી દરેક ટીમ સાથે અભ્યાસ મેચથી લઇને ટૂર્નામેન્ટના અંત સુધી રહેશે અને તે હોટલમાં જ રહેશે જ્યાં ટીમ રહેશે. તેમની સાથે અભ્યાસ મેચમાં પણ જશે. આ વર્લ્ડ કપને ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવાની ICCની કવાયતનો એક ભાગ છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HnA4Km
No comments:
Post a Comment