સલમાન ખાને ફરી પ્રિયંકા ચોપરા જોનાસ પર ટિપ્પણી કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

સલમાન ખાને ફરી પ્રિયંકા ચોપરા જોનાસ પર ટિપ્પણી કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 4 મે 2019, શનિવાર

સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માંથી છેલ્લી ઘડીએ અચાનક જ પ્રિયંકા ચોપરાએ કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે અણીના સમયે કેટરિના કૈફ સલમાનની વહારે આવી હતી અન ે કામ કરવા રાજી થઇ હતી. સલમાન પ્રિયંકાની આ 'નો'ને હજી સુધી ભૂલ્યો નથી. તક મળે ત્યારે તે અભિનેત્રીને મહેણું મારવાની તક ચૂકતો નથી. 

હાલ સલમાન અન ેકેટરિના ફિલ્મ 'ભારત'નું પ્રમોશન કરી રહ્યા છે. ત્યારે એક પત્રકારે કેટરિનાને ફિલ્મના પાત્ર માટે કેટલી અને કેવી તૈયારી કરવી પડી એ અંગે પ્રશ્ર પુછ્યો હતો. હજી તો કેટરિના આ મીડિયાકર્મીના પ્રશ્રનનો ઉત્તર આપે તે પહેલાં જ સલમાને કેટરિનાને ટીઝ કરતાં કહ્યું કે, '' ફિલ્મની તૈયારી માટે પ્રિયંકા ચોપરાએ અમને વધુ સમય આપ્યો નહીં. પરંતુ હું ગંભીરતાથી કહું છુ ંકે, કેટરિનાએ બહુ હાર્ડવર્ક કર્યું છે, જો પ્રિયંકા અમને થોડો વધુ સમય આપ્યો હોત તો...''

સલમાન કદી કોઇને તેની ભૂલને માટે માફ કરતો નથી. પ્રિયંકાએ આ ફિલ્મ છોડી પછી તેના પર કેટલીય વાર તેણે ટિપ્પણી કરી છે. પ્રિયંકાએ સલમાન સાથે સંબંધ સુધારવાના પ્રયાસ કર્યા છે, પરંતુ સલમાન હજી પણ નારાજ હોય તેવું લાગી રહ્યું છે. 

કેટરિનો આ ફિલ્મમાં કામ કરવા માટે મોં માગી ફી લીધી હતી.એક વાત એવી પણ છે કે, સલમાને જ કેટરિનાને પ્રિયંકાને જોઈતી ફી આપવાની ભલામણ કરી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H21k2j

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages