ઓખા બંદર વિસ્તારમાં ખુલ્લેઆમ રેતીચોરીનો ચાલતો કાળો કારોબાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 4 May 2019

ઓખા બંદર વિસ્તારમાં ખુલ્લેઆમ રેતીચોરીનો ચાલતો કાળો કારોબાર


ઓખા, તા. 2 મે 2019, ગુરુવાર

ગુજરાતના સરહદી વિસ્તાર ગણાતા અને ત્રણ તરફ પાણી ધરાવતા ઓખા બંદર વિસ્તારમાં ખુલ્લેઆમ દરિયાઈ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. લાંબ સમયથી સુનિયોજીત રીતે ચાલતી રેતી ચોરી જવાબદાર સરકારી તંત્રની મીઠી નજર તળે થઇ રહ્યાની સંભાવના પ્રબળ બની છે. ત્યારે ઉચ્ચસ્તરીય તટસ્થ તપાસની માંગ ઉઠી છે.

દ્વારકા યાત્રાધામથી ૩૦ કિ.મી. દુર આવેલો સંવેદનશીલ ગમાતો ઓખાપોર્ટ વિસ્તાર ભારતીય પશ્ચિમી સરહદી વિસ્તાર છે. જેથી અહીં નેવી અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ કાર્યરત છે. ત્રણ તરફ સમુદ્ર ધરાવતા આ વિસ્તારમાં સ્થાનીક પોલીસ પોતાની જવાબદારી ભૂલી હોય તેમ અહીંના સમુદ્રી કીનારાનું લાંબા સયમથી સતત ગેરકાયદે રેતીના ખનનથી ધોવાણ થઈ રહ્યું છે. 


ઓખાપોર્ટ વિસ્તારમાં જમીનની ભૌગોલિક રચના જોતા કિનારાનું ધોવાણ ન થાય અને સમુદ્ર જોખમી ન બને તેવા હેતી સબબ પણ સમુદ્રની રેતીનું સરકારમાં રોયલ્ટી ભરી ખનન કરવાની કોઈપ પ્રકારની મંજુરી આજ સુધી આપવામાં આવ્યાનું જાણમાં નથી. આ ઉપરાંત ખાણ ખનીજ વિભાગે ઓખામાં રેતી ચોરી અંગે લાંબા સમયથી કોઈ નક્કર કાર્યવાહી કરી હોવાનું પણ સરકારી ચોપડે નોંધાયેલું નથી.

આથી માત્ર એક તરફ જમીન આવેલી હોય પ્રાકૃતિક રીતે કિનારાથી રેતીની ગેરકાયદે ચોરીથી ભવિષ્યમાં ગમે ત્યારે સમુદ્રી સંકટ પણ તોળાઈ રહ્યું હોય, આમ છતાં લાંબા સમયથી સુવ્યવસ્થિત રીતે રેતી ચોરીનો કાળો કારોબાર ચાલી રહેલો હોવાના અનેક ઓખાપોર્ટ વિસ્તારમાં ચાલતા બાંધકામોમાં પણ ઉપોયગ થતો હોવાના અનેક દાખલાઓ સામે આવતા રેતી ચોરીનું કૌભાંડ તંત્રની મીઠી નજર તળે ચાલતું હોવાની લોકચર્ચા ઉઠી છે.

લોકો કહે છે કે, ઓખા પોર્ટ વિસ્તારમાં લાંબા સમયથી સરકારી અને બિનસરકારી બાંધકામોમાં સમુદ્રની ખારી રેતીનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નાનાથી માંડી લાખો - કરોડો રૂપિયાના બાંધકામોમાં સમુદ્રની રેતીના બેફામ ઉપયોગ છતાં આજ સુધી આવા રોયલ્ટી ભર્યા વિનાની ચોરાઉ રેતીના ઉપયોગ કરનારા કોન્ટ્રાકટરો-ઇસો વિરૂદ્ધ કોઈપણ સંબંધીત ખાતાએ કોઈ જાતની કાર્યવાહી કર્યાનું ચોપડે નોંધાયેલ ન હોય, સમગ્ર કારસ્તાન તમામ ખાતાઓ સાથે વહીવટ સાધી કરવામાં આવતું હોવાની શંકાઓ જગાવી રહ્યું છે. જેથી ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગણી છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Veq1B6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages