આપના ધારાસભ્ય અનિલ પોતે જ પક્ષાંતર કરી ભાજપમાં જોડાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 4 May 2019

આપના ધારાસભ્ય અનિલ પોતે જ પક્ષાંતર કરી ભાજપમાં જોડાયા


(પીટીઆઇ) નવીદિલ્હી, તા. 3 મે, 2019, શુક્રવાર

આમ આદમી પક્ષના ગાંધીનગર (દિલ્હી)ના ધારાસભ્ય અનિલ બાજપાઇ ભાજપમાં જોડાયા છે. છેલ્લા બે મહિનામાં આપ છોડીને કેસરિયો ધ્વજ પહેરનાર તેઓ દ્વિતીય ધારાસભ્ય બન્યા છે. અનિલ બાજપાઇ, આપમાં જોડાતા અગાઉ કોંગ્રેસમાં હતા. આપના ત્રણ મ્યુ. કાઉન્સિલરો પણ ભાજપમાં જોડાયા છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરિવાલ સહિતના આપના નેતાઓએ ભાજપ પાટલી બદલાવવાના દૂષણમાં  સંડોવાયો હોવાનો આક્ષેપ કર્યો છે.

અનિલ બાજપાઇ કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલની ઉપસ્થિતિમાં પક્ષના દિલ્હી એકમની ઓફિસે ભાજપમાં જોડાયા હતા. બાજપાઇએ આપથી અલગ થવાનું કારણ દર્શાવતા કહ્યું કે મૂળ એજન્ડાથી ભટકી ગયેલ પક્ષ 'આપ'માં સભ્યોનું સન્માન જળવાતું નથી. આપના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે પ્રતિભાવમાં જણાવ્યું કે એમનો પક્ષ કેટલાક સમયથી ભાજપ પર ધારાસભ્યોની ખરીદી કરવાનો આક્ષેપ કરતો રહ્યો છે.

ગઇકાલે આપમાંથી પાટલી બદલીને ભાજપમાં જોડાયેલા અનિલ બાજપાઇ અગાઉ કોંગ્રેસમાંથી આપમાં  આવ્યા હતા. આપના ગોપાલ રાયે ઉમેર્યુ કે ભાજપને એના સાંસદો પર વિશ્વાસ રહ્યો નથી, એટલે અન્ય પક્ષના સભ્યોને પાટલી બદલાવવાની પ્રવૃતિમાં સંડોવાયો છે. ''ભાજપને ગમે તે ભોગે સત્તા જોઇએ છે,'' એમ રાયે ઉમેર્યું.

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને આપના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ બે દિવસ અગાઉ બુધવારે જ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે એ પક્ષ, આપના એક એક ધારાસભ્યોને પાટલી બદલવા માટે રૃા.૧૦ કરોડની ઓફર કરી રહ્યો છે. આવાં સાત ધારાસભ્યો છે.  બાજપાઇએ પક્ષાંતર માટે કોઇ પૈસા લીધાનો ઇન્કાર કર્યો છે. આપના વર્તમાન પંજાબી સાંસદ હરિન્દર સિંઘ ખાલસાને પક્ષે સસ્પેન્ડ કર્યા પછી ગત માર્ચમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UZeeS7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages