સુનિલ ગ્રોવરે કપિલ શર્માના રિયાલિટી શોના સેટ પર ફિલ્મને પ્રમોટ કરવાનો ઇનકાર કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

સુનિલ ગ્રોવરે કપિલ શર્માના રિયાલિટી શોના સેટ પર ફિલ્મને પ્રમોટ કરવાનો ઇનકાર કર્યો


મુંબઇ,તા. ૨૫ મે 2019, શનિવાર

સલમાન ખાન અને સુનિલ ગ્રોવર આગામી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. એ દરમિયાન લોકોને આશા હતી કે, સલમાન ખાન સુનિલને કપિલ સાથે   ફરી દોસ્તી કરાવા માટે મનાવી લેશે. પરંતુ હવે આ શક્ય લાગતું નથી. તાજેતરમાં સુનિલે કપિલના શોના સેટ પર ફિલ્મનું પ્રમોશન કરવાનો ઇનકાર કર્યો હતો. 

સલમાન હાલ પોતાની આવનારી ફિલ્મમાં 'ભારત'નું  પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મમાં સુનિલ પણ મહત્વના રોલમાં છે. લોકોને આશા હતી કે, સુનિલ આ ફિલ્મનું પ્રમોશન કરવા સલમાન અને કેટરિના સાથે કપિલના શોના સેટ પર જોવા મળશે. પરંતુ આમ થયું નથી. 

મળેલી બાતમીને સાચી માનીએ તો, સુનિલ ગ્રોવર, સલમાન-કેટરિના સાથે કપિલના સેટ પર પહોંચ્યો નહીં. આ શોનો નિર્માતા સલમાન ખાન છે. સુનિલ આમાં  ન જતાં લોકો અટકળ બાંધી રહ્યા છે કે,તેણે હજુ સુધી કપિલને માફ કર્યો નથી. 

પહેલા તોએવી પણ વાત હતી કે, સલમાન ખાને સુનિલને આ શોમાં પાછા ફરવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારે સુનિલે સ્પષ્ટતા કરી હતી કે, '' સલમાન ખાને આ બાબતે મારી સાથે વાતચીત કરી હતી, પરંતુ શોમાં પાછા ફરવા માટે જબરદસ્તી કરી નથી. તેમણે મને ફક્ત સજેશન આપ્યું હતું.''

કપિલ-સુનિલની જોડીએ આ શોને સફળતાની ઊંચાઇએ લાવી દીધો હતો. ટચૂકડા પડદાનો સૌથી વધુ ટીઆરપી ધરાવતો શો બની ગયો હતો. પરંતુ કપિલે સુનિલ સાથે ફ્લાઇટમાં મારામારી કરતાં મામલો બિચક્યો હતો. કપિલ ચીક્કાર પીધેલી હાલતમાં હતો. સુનિલ પોતાના આ અપમાનને ભૂલી શક્યો નથી. કપિલે તેને માફ કરવાનું કહ્યું હતું, પરંતુ સુનિલ તેને માફી આપવાના મૂડમાં નથી તેમ લાગે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JEBNyw

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages