
(પીટીઆઇ) શ્રીનગર, તા.14 મે, 2019, મંગળવાર
રાજ્યના બાંદીપુરા જિલ્લામાં ત્રણ વર્ષની બાળકીના કથિત બળાત્કાર અંગે આજે કાશ્મીર ખીણમાં વિરોધ દેખાવ ચાલુ રહ્યા હતા. બળાત્કારની ઘટનાની તપાસ કરવા રાજ્ય પોલીસે સિટની રચના કરી હતી અને એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી, એમ અધિકારીઓએ કહ્યું હતું.
સત્તાવાળાઓએ આજે ખીણની તમામ શાળાઓને બંધ કરાવી દીધી હતી ત્યારે વિદ્યાર્થીઓએ પણ ગયા સપ્તાહમાં ઉત્તર કાશ્મીરના સંભલ વિસ્તારમાં બનેલી ઘટના સામે વિરોધમાં રેલીઓ કાઢી હતી. રાજ્યમાં અનેક સ્થળે દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી જેમા કેટલાક ઘવાયા હતા.
શ્રીનગરના મૌલાના આઝાદ મહિલા કોલેજની યુવતીઓ પણ વર્ગમાંથી બહાર આવી ગઇ હતી અને કેમ્પસમાં ભેગી થઇ હતી. વિરોધ કરી રહેવા વિદ્યાર્થીઓેએ બળાત્કારીને સખ્ત સજાની માગણી કરી હતી. ત્યાર પછી તેઓ પ્રેસ એન્ક્લેવ તરફ કૂચ કરી ગયા હતા.શહેરના હઝરતબલમાં આવેલી કાશ્મીર યુનિ.માં પણ વિરોધ દેખાવ ચારી રહ્યા હતા અને વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ કાશ્મીર યુનિ.સ્ટુડન્ટ્સ યુનિયનના નેજા હેઠળ કેમ્પસમાં ભેગા થયા હતા અને વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને બળત્કારીને ફાંસીની સજા કરવાની માગ કરી હતી. સેન્ટ્રલ કાશ્મીરમાં આવેલી ડીગ્રી કોલેજ કંગમના વિદ્યાર્થીઓએ પણ પિડીતાને ન્યાય મળે એ માટે દેખાવ કર્યો હતો.તેઓ કોલેજના કેમ્પસમાંથી કંગનના મુખ્ય બજાર તરફ કૂચ કરી ગયા હતા અને પિડીતા પ્રત્યે સહાનુભૂતિ દેખાડવા રસ્તા પર બેસી ગયા હતા.
અલવર ગેંગ રેપ કેસ :પોલીસ પર પથ્થરમારો કરતાં પાંચ પોલીસ ઘાયલ
જયપુર,તા.૧૪
રાજસ્થાનના દૌસા જિલ્લામાં અલવરની ભોગ બનેલી બાળકી માટે ન્યાય માગવા રસ્તા પર ઉતરી આવેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં પાંચ પોલીસવાળા ઘાયલ થયા હતા,એમ પોલીસે કહ્યું હતું. ભાજપના સાંસદ કિરોડી મલ મીણાએ દૌસાથી જયપુર સુધીની જાહેર કુચની હાકલ કરતાં ગેંગ રેપનો ભોગ બનેલા બાળકીના ટેકામાં દૌસા રેલવે સ્ટેશન પાસે જંગી ટોળું જમા થયું હતું. ' તોફાન કરી રહેલા ટોળાને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પાંચથી છ પોલીસવાળા ઘાયલ થયા હતા'એમ પોલીસે કહ્યું હતું. મીણાને એક અલગ જ જગ્યાએ લઇ જવામાં આવ્યા હતા. હવે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vpwq7J
No comments:
Post a Comment