મોદી નીચ છે જ, હું મારા નિવેદન પર મક્કમ છું : મણીશંકર ઐયરે વિવાદ જગાવ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

મોદી નીચ છે જ, હું મારા નિવેદન પર મક્કમ છું : મણીશંકર ઐયરે વિવાદ જગાવ્યો


મણીશંકર ઐયર એબ્યૂઝર ઇન ચીફ : ભાજપે ટાઇમના ડીવાઇડર ઈન ચીફને ટાંકીને કોંગ્રેસના નેતાને ઝાટક્યા 

નવી દિલ્હી, તા.14 મે, 2019, મંગળવાર

કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરે અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નીચ આદમી કહ્યા હતા. તેમના આ નિવેદન બાદ માત્ર ભાજપ જ નહીં કોેંગ્રેસે પણ તેની ટીકા કરી હતી. જોકે હવે મણીશંકર ઐયરે પોતાના આ નિવેદનને લઇને ફરી વિવાદ જગાવ્યો છે.

પોતે આ નિવેદન કરવા બાબતે સાચા હતા તેવો એક આર્ટિકલ તેમણે લખ્યો હતો, જેને પગલે તેમની ટીકા થવા લાગી છે. ભાજપે મણીશંકર ઐયરને એબ્યૂઝર ઇન ચીફ ગણાવ્યા હતા. આ પહેલા જ્યારે મણીશંકર ઐયરે મોદીને નીચ આદમી ગણાવ્યા હતા ત્યારે તેમને કોંગ્રેસે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. 

હવે જ્યારે તેમણે ફરી આર્ટિકલ લખીને વિવાદ જગાવ્યો છે ત્યારે ભાજપે તેમને ઘેરી લીધા છે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહા રાવે જણાવ્યું હતું કે મણીશંકર ઐયર એબ્યૂઝર ઇન ચીફ છે. ૨૦૧૭માં સૌપ્રથમ મણીશંકર ઐયરે મોદીને નીચ આદમી કહ્યા હતા હવે જ્યારે ફરી તેમણે પોતાના નિવેદને એક આર્ટિકલમાં રિપીટ કર્યું છે ત્યારે વિવાદ થતા મીડિયાએ તેમને આ અંગે સવાલ કર્યો હતો જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું મુર્ખ હોઇશ પણ મહામૂર્ખ નથી, મે આ આર્ટિકલમાં માત્ર એક જ લાઇનમાં આ ઉલ્લેખ કર્યો છે, હું મીડિયાની આ ગેમમાં પ્રવેશવા નથી માગતો. 

ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણીમાં મણિશંકર ઐયરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નીચ માનવી કહ્યા હતા. તેમના આ નિવેદન બાદ રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

 ત્યારે હવે ફરી મણીશંકરે તે જ પ્રકારનું નિવેદન કરતા ફરી વિવાદ જાગ્યો છે જે વચ્ચે કોંગ્રેસે મણીશંકર ઐયરના નિવેદનને વખોડયું હતંુ સાથે મોદીની પણ ટીકા કરી હતી. 

મણીશંકર ઐયરે અગાઉ કહ્યું હતું કે મારે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કરવાની જરુર નથી. હું સત્ય બોલી રહ્યો છું માટે મને નફરત કરવામાં આવે છે. મે મોદી વિશે ૨૦૧૭માં જે કહ્યું હતું તે કેટલુ સત્ય હતું? તેવો સવાલ પણ મણીશંકર ઐયરે પોતાના આ આર્ટિકલમાં કર્યો હતો. 

કોંગ્રેસે મણીશંકર ઐયરના નિવેદનથી છેડો ફાડયો, મોદીની ટીકા કરી 

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું હતું કે હકીકત એ છે કે નરેન્દ્ર મોદી સાવ નિમ્નસ્તર પર પહોંચી ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં તેમજ વર્તમાન ચૂંટણીમાં વિપક્ષ માટે મોદી સાવ નિમ્નસ્તરની ભાષા અને વાણીનો ઉપયોગ કરી રહ્યા છે. બાદમાં મણીશંકર ઐયરે પણ કહ્યું હતું કે હું મીડિયાની વાતોમાં નહીં આવું, મને આશા છે કે આ વર્તમાન સમય ૨૩મી મેએ પુરો થઇ જશે અને આપણે નેહરુએ જે ભારત આપણને આપ્યું હતું તેમાં જીવવા લાગીશું. જ્યારે કોંગ્રેસે અગાઉ સામ પિત્રોડાના નિવેદનની પણ ટીકા કરી હતી ત્યારે હવે મણીશંકર ઐયરે પણ વિવાદ જગાવતા કોંગ્રેસે પણ તેની ટીકા કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30tz3cC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages