અમેરિકા આકરા પાણીએ : ચીન અને પાકિસ્તાની કંપનીઓને વૉચ લિસ્ટમાં સામેલ કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

અમેરિકા આકરા પાણીએ : ચીન અને પાકિસ્તાની કંપનીઓને વૉચ લિસ્ટમાં સામેલ કરી


હાલ 12 કંપનીઓને યાદીમાં સામેલ કરી ચાર ચીની કંપનીઓ પર પ્રતિબંધ મુકી દીધો 

નવી દિલ્હી, તા.14 મે, 2019, મંગળવાર

અમેરિકા અને ચીન વચ્ચે જે વ્યાપાર યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં પાકિસ્તાન પણ આડેહાથ આવી ગયું છે. અમેરિકાએ ચીન અને પાકિસ્તાન બન્નેની મળીને કુલ ૧૨ જેટલી કંપનીઓને હવે દેખરેખની યાદીમાં સામેલ કરી દીધી છે. જેને પગલે આ કંપનીઓ પર હવે અમેરિકાની એજન્સીઓ અને પોલીસ પણ દેખરેખ રાખશે. અમેરિકાની કોમર્સ મિનિસ્ટ્રીના સેક્રેટરી વિલ્બર રોસે જણાવ્યું હતું કે આ નિર્ણય અમેરિકાના નાગરીકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. 

જોકે અમેરિકાએ એમ પણ જણાવ્યું હતું કે આ દેખરેખની યાદીમાં માત્ર કંપનીઓ જ નહીં પણ ચીન અને પાકિસ્તાનના નાગરીકોનો પણ સમાવેશ કરી દીધો છે. જેઓ આ કંપની સાથે સંકળાયેલા હશે તેમના પર અમારી વોચ રહેશે. અમેરિકાને એવી શંકા છે કે ચીની કંપનીઓ અમેરિકાની ટેક્નોલોજી અને તેની અનેક સુરક્ષા સંબંધી ગુપ્ત માહિતીઓને જોખમમાં મુકી રહી છે અને તેની ચોરી પણ કરી રહી છે તેથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

આ ઉપરાંત ચીનની ચાર કંપનીઓ પર બેન પણ લગાવવામાં આવ્યો છે જેના પર એવો આરોપ છે કે આ ચાર ચીની કંપનીઓએ ઇરાનનું સમર્થન કર્યું છે જ્યારે ઇરાન અને અમેરિકા બન્ને વચ્ચે હાલ ઘર્ષણ ચાલી રહ્યું છે, જેથી ચીન ઇરાનને સમર્થન કરી રહ્યું હોવાના આરોપો પણ હવે અમરિકા લગાવવા લાગ્યું છે. નોંધનીય છે કે ચીન અને અમેરિકા બન્નેએ એકબીજાની વસ્તુઓની આયાત ડયુટી વધારી દીધી છે. ૧૧માં રાઉન્ડની વાતચીત અસફળ થયા બાદ અમેરિકાએ ચીની વસ્તુઓ ડયુટી વધારી દીધી હતી. જે બાદ ચીને પણ સામે એવુ જ પગલુ ભરવાની ચેતવણી આપી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VouIDF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages