
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 4 મે 2019, શનિવાર
આમિર ખાનની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ તારીખની ઘોષણા કરી દીધી છે. ટ્રેડ એનાલિસ્ટે પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આવતા વરસના ક્રિસમના રિલીઝ કરવાની છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર આમિર ખાન ભજવવાનો છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, હૃતિક રોશનની 'ક્રિષ ૪' પણ એ જ દિવસે રિલીઝ થવાની છે. ફિલ્મમાં હૃતિક ફરી એક વખત સુપરહીરો ક્રિષનું પાત્ર ભજવતો જોવા મળશે. નાતાલના દિવસે આ બે દિગ્ગજ અભિનેતાઓની એકજ દિવસે રિલીઝ થતી ફિલ્મને અટકાવવા ક્યો પક્ષ પોતાની ફિલ્મની તારીખ આગળ પાછળ કરે છે તે જોવું રહ્યું. જો આમ નહીં થાય તો બન્નેની ફિલ્મોને બોક્સઓફિસ પર ફટકો પડે તેવી શકયતા વધી જાય.
આમિર આ ફિલ્મ માટે ૨૦ કિલો વજન ઘટાડવાનો છે. તે પોતાની ફિલ્મના શૂટિંગ માટે લોકેશન શોધી રહ્યો છે. હાલ તે ઘર્મશાલા ગયો હતો અને ટીમ સાથે આસપાસના લોકેશનનું નિરીક્ષણ કર્યું હતું.
જોકે આમિરની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન' બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાણી હતી. આ ફિલ્મમાં તેની સાથે કેટરિન ાકૈફ, અમિતાભ બચ્ચન જેવા કલાકારો હતા. આમિર અને અમિતાભે પ્રથમ વખત સાથે કામ કર્યુ ંહતુ.ં
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y52zDj
No comments:
Post a Comment