અમિત શાહ નારણપુરામાં જાહેરસભા યોજી મતદારોનો આભાર માનશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 May 2019

અમિત શાહ નારણપુરામાં જાહેરસભા યોજી મતદારોનો આભાર માનશે


અમદાવાદ, તા. 24 મે 2019, શુક્રવાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા છે. ગાંધીનગર બેઠક પરથી તેઓ વિક્રમસર્જક એવી પોણા છ લાખ મતની સરસાઇથી કોંગ્રેસના ઉમેદવાર સામે જીતી ગયા છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં નારણપુરા વિધાનસભાનો મતવિસ્તાર પણ આવી જાય છે. ભુતકાળમાં અમિત શાહ નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં ગયા હતા. ભાજપ માટે નારણપુરા બેઠક પણ ગઢ ગણવામાં આવે છે.

નારાણપુરામાં અમિત શાહનું ઘર પણ છે. તેઓ અહીં ઘણાં વર્ષો સુધી રહ્યાં હતા જો કે હાલમાં તેઓ પરિવાર સાથે એસ.જી. હાઇવે પર થલતેજ ખાતેના બંગલામાં રહે છે. નારણપુરાના લોકો સાથે અમિત શાહને એક પ્રકારનો ઘરોબો છે. આ વિસ્તારમાં પાટીદારોની સંખ્યા પણ વિશેષ છે. મતદાન પહેલા પાટીદારોએ ભેગા થઇ અમિત શાહની વિરુદ્ધમાં મતદાન કરવાનું નક્કી કર્યું હતું.

આવી સ્થિતીમાં પણ અમિત શાહે સામા પાણીએ તરીને એલ.કે. અડવાણી કરતા પણ વધુ મતોની સરસાઇ થી જીત હાંસલ કરી છે. જેની પાછળ નારાણપુરા, નવરંગપુરા, બોડકદેવ, સેટેલાઇટ, વેજલપુર, જુહાપુરા, સરખેજ જેવા અનેક વિસ્તારોના મતદારોનું સમર્થન હતું. આથી પોતાના મતદારોનો આભાર માનવા માટે અમિત શાહ નારણપુરામાં એક જાહેરસભા યોજશે.

ભાજપના સુત્રો જણાવે છે કે, અમિત શાહનો કાર્યક્રમ ઘડાય રહ્યો છે. તેઓ 27 અથવા 28મીએ અમદાવાદ આવે તેવું આયોજન થઇ રહ્યું છે જો કે હજુ તારીખ નક્કી નથી. અમિત શાહનો સત્તાવાર કાર્યક્રમ એક-બે દિવસમાં જાહેર કરાશે. અમિત શાહ જ્યારે પણ અમદાવાદ આવશે ત્યારે એરપોર્ટ પર ભાજપના નેતાઓ આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાશે.


from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WkLxnD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages