ગેસ સિલિન્ડર રીફિલિંગ કૌભાંડમાં વિક્કી કહાર બાદ તેના ભાઇ શક્તિને પણ પાસા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 May 2019

ગેસ સિલિન્ડર રીફિલિંગ કૌભાંડમાં વિક્કી કહાર બાદ તેના ભાઇ શક્તિને પણ પાસા

વડોદરા,તા.24 મે,2019,શુક્રવાર

ગેસ સિલિન્ડર રીફિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા નામચીન વિક્કી કહારને પાસા કરાયા  બાદ તેના ભાઇને પણ પાસામાં જેલમાં મોકલવામાં આવ્યો છે.

કારેલીબાગ જલારામનગર વિસ્તારના એક મકાનમાંથી ફતેગંજની અનુજ ગેસ એજન્સીના ટેમ્પા લાવી ભરેલા ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી ખાલી સિલિન્ડરો રીફિલિંગ કરવાનું કૌભાંડ પકડાતાં પોલીસે પાંચ જણાની ધરપકડ કરી હતી.

આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાએ  લૂંટ,ચોરી,રાયોટિંગ અને છેતરપિંડી જેવા બનાવોમાં સંડોવાયેલા પાણીગેટ જૂનીગઢીના નામચીન ગુનેગાર વિશાલ ઉર્ફે વિક્કી કહારને પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલી આપ્યો હતો.જ્યારે,આ ગુનામાં પકડાયેલા વિક્કીના ભાઇ સ્મિત ઉર્ફે શક્તિને પણ પોલીસે પાસામાં રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YJA6Dn

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages