વડોદરા,તા.24 મે,2019,શુક્રવાર
આસોજના સબ સ્ટેશન ખાતે આજે સવારે લાગેલી આગના બનાવને પગલે વડોદરા ફાયર બ્રિગેડ અને જેટકોના અધિકારીઓએ એકબીજા પર આક્ષેપબાજી કરી હતી.
ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યંુ હતું કે,જેટકોમાં આગ લાગી તે સ્થળે ચાર મહિના પહેલાં આજ રીતે આગનો બનાવ બન્યો હતો અને તેમાં કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા.આમ છતાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા કરાઇ નહતી.
વળી,બનાવના સ્થળે કોઇ જવાબદાર અધિકારી પણ હાજર નહતા.જ્યારે,આગ બૂઝાવવા માટે પાણીની વ્યવસ્થા નહીં હોઇ ત્રણ કિમી દૂર જવું પડયું હતું.
તો સામે પક્ષે જેટકોના અધિકારીએ કહ્યું હતું કે,ટ્રાફિકને કારણે ફાયર બ્રિગેડને આવતાં ૩૫ મિનિટનો સમય લાગ્યો હતો અને ત્યાં સુધીમાં ખાસ્સું નુકસાન થયું હતું.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30EhJl6
No comments:
Post a Comment