વડોદરા,તા.24 મે,2019,શુક્રવાર
સૂરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં ટ્યુશન ક્લાસમાં આગના બનાવ બાદ ચોથે માળેથી કૂદી પડેલા દોઢ ડઝનથી વધુ વિદ્યાર્થીઓના મોત નીપજવાની દર્દનાક ઘટના બાદ વડોદરામાં આવી ઘટના બને તો શું કરવું તે વિચારે કોર્પોરેશનના અધિકારીઓ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ફરી એક વાર દોડતા થયા છે.વડોદરાના 152 ક્લાસોને છ મહિના પહેલાં નોટિસો આપનાર કોર્પોરેશનને કોઇ ગાંઠતું નથી અને તેને કારણે છ મહિના પહેલાં કરેલી કાર્યવાહી આજે ફરીથી કરવાનો વખત આવ્યો છે.
વડોદરામાં હાઇ રાઇઝ કે નવા બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની સુવિધા લીધા પછી જ રજાચિઠ્ઠી આપવામાં આવતી હોય છે.જેથી ૧૫ જેટલા આવા ક્લાસોના સંચાલકો દ્વારા કોમ્પ્લેક્સની કોમન ફાયર સુવિધા હોવાને કારણે ક્લાસમાં અલાયદી ફાયર સેફ્ટીની સુવિધા માટે સ્પષ્ટ ઇનકાર કરવામાં આવી રહ્યો છે અને તેમ છતાં વડોદરા ફાયર બ્રિગેડે પણ આ મુદ્દે કોઇ ફરી કોઇ કાર્યવાહી કરી નથી.
મોટાભાગના ક્લાસો એક કે બે રૃમમાં જ ચાલે છે
વડોદરામાં મોટાભાગના ખાનગી ટયુશન ક્લાસો એકાદ-બે રૃમમાં જ ચાલતા હોઇ ફાયર સેફ્ટીના સાધનો મુકાવવા તેઓ તૈયાર નથી.આવા ક્લાસના સંચાલકો પૈકી કેટલાક સંચાલકોએ ફાયર એક્સ્ટિંગ્યુસર મુક્યા છે.પરંતુ આવા સાધનો ખરા સમયે કામમાં લાગતા નથી, કારણ કે આ સાધનો બરાબરરીતે ક્યારેય મેઈન્ટેન થતા નથી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wm2HRL
No comments:
Post a Comment