મુંબઈ, તા. 14 મે, 2019, મંગળવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પણ આચંકા પચાવી ભાવમાં ચમકારો બતાવી રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૫૦ વાળા વધી રૂ.૧૦૭૦ હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ વધી રૂ.૧૦૫૦ તથા ૧૫ કિલોના રૂ.૧૬૮૦ રહ્યા હતા.
મગફળીની આવકો ગોંડલ બાજુ સવારે ૬ હજાર ગુણીની તથા રાજકોટ બાજુ આશરે ૨૫૦૦ ગુણીની નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના વધી રૂ.૮૭૫થી ૯૦૦ તથા ઉંચામાં ભાવ રૂ.૧૦૦૦થી ૧૦૩૦ રહ્યા હતા. દેશમાં વિવિધ ઉત્પાદક મથકોએ હાલ સિંગદાણાની ઉનાળુપાકની આવકો અપેક્ષાથી ઓછી છે. ઓલ ઈન્ડિયા દૈનિક સરેરાશ આવકો હાલ માંડ દોઢ લાખ ગુણી આવી રહ્યાના વાવડ હતા. મથકોે નિકાસ માંગ પણ વધ્યાના સમાચાર હતા.
મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ બાજુ નવી આવકો શરૂ થઈ ગઈ છે તથા આગળ ઉપર ઓરિસ્સા તથા રાજસ્થાન બાજુ ટૂંકમાં નવી આવકો શરૂ થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, નવી મુંબઈ સિંગદાણા બજારમાં હાજર ભાવ કિવ.ના બોલ્ડ માલોના જાતવાર રૂ.૬૫૦૦થી ૭૪૦૦ હતા. જ્યારે ૫૦-૬૦ કાઉન્ટના ભાવ રૂ.૯૫૦૦ તથા ૬૦-૭૦ના ભાવ રૂ.૯૧૦૦, ૭૦-૮૦ના રૂ.૯૨૦૦ તથા ૮૦-૯૦ના ભાવ રૂ.૮૮૦૦ બોલાયા હતા.
દરમિયાન રાજકોટ બાજુઆજે કોટન વોશ્ડના ભાવ ઉછળી રૂ.૭૧૫ થી ૭૨૦ હતા. મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ વધી રૂ.૭૫૫ હતા. દેશમાં આ વર્ષે રૂનો નવો પાક ઓછો અંદાજાઈ રહ્યો છે. દરમિયાન, કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ અમેરિકાના કૃષિ ખાતાએ (યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર) ભારતમાં ચાલુ મોસમના રૂના પાકનો અંદાજ અગાઉના અંદાજથી ૨૦ લાખ ગાંસડી ઘટાડી ૩૨૫ લાખ ગાંસડીનો રજૂ કર્યો છે. આ પૂર્વે આવો અંદાજ ૩૪૫ લાખ ગાંસડીનો રજૂ કરાયો હતો.હવે ૩૨૫ લાખ ગાંસડીનો રજૂ કરાયો હતો. જે હવે ૩૨૫ લાખ ગાંસડીનો રજૂ કરાયો છે.
કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયા સાથે તાજેતરમાં નોંધપાત્ર સલાહ મસલત કર્યા પછી અમેરિકાના કૃષિ વિભાગે આ નવો અંદાજ રજૂ કર્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં કપાસિયા ખોળના ભાવ ટનના રૂ.૨૯૫૦૦ વાળા વધી રૂ.૩૦ હજાર પાર કરી રૂ.૩૦૪૦૦ હતા એરંડા ખોળના ભાવ રૂ.૬૨૫૦ વાળા ૬૧૫૦ હતા. અન્ય ખોળો શાંત હતા.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સોયાતેલના ડિગમના રૂ.૬૯૦ વાળા વધી ૭૦૫હતા. રિફા.ના ભાવ રૂ.૭૨૦ વાળા રૂ.૭૩૦ હતા. ચીન-અમેરિકા વચ્ચે વિવાદ વધતાં ભારતના બજારમાં ચીનની માગ વધવાની આશાએ બજાર ભાવ આજે વધી આવ્યાની ચર્ચા હતી. પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૫૮૯ વાળા રૂ.૫૯૪ તથા જેએનપીટીના રૂ.૫૮૭વાળા ૫૯૨ હતા.
પામતેલમાં નીચા મથાળે માગ વધતાં વિવિધ રિફાઈનરીઓના વિવિધ ડિલીવરીઓના મળીને આશરે હજાર ટનના વેપાર થયાના નિર્દેશો હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૬ વાળા ૫૨૦ હતા. સીપીઓ જૂનના ભાવ સાંજે ૫૨૪ તથા સોયાતેલ જૂનના ભાવ સાંજે રૂ.૭૩૯ હતા. દરમિયાન, મલેશિયામાં પામતેલનો વાયદો વધી છેલ્લે ૩૦, ૨૭, ૨૪ તથા ૨૨ પોઈન્ટ પ્લસમાં હતો જ્યારે પામ પ્રોડકટના ભાવઆજે પાંચ ડોલર ઉંચકાયા હતા.
અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૫થી ૧૯ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે ૨૪થી ૨૫ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૦ જ્યારે કોપરેલના ભાવ૧૦ કિલોના રૂ.૧૧૭૦ બોલાતા હતા. સનફલાવરના ભાવ રૂ.૭૦૫ તથા રિફા.ના રૂ.૭૫૫ હતા. દરમિયાન ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૩૦૦ પોઈન્ટ તૂટયાના સમાચાર હતા. મલેશિયાથી મળતા સમાચાર મુજબ સરકારે જૂન માટે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ જે નિકાસ પરનો ટેક્સ ઝીરો ટકાના દરે જાળવી રાખવા નિર્ણય કર્યો છે.
મધ્ય-પ્રદેશમાં આજે સોયાબીનની આવકો આશેર ૩૦ હજાર ગુણી આવી હતી તથા ત્યાં ભાવ રૂ.૩૭૦૦થી ૩૭૭૫ તથા પ્લાન્ટના રૂ.૩૮૦૦થી ૩૮૫૦ હતા. સોયાતેલના ભાવરૂ.૭૨૦થી ૭૯૨૫ તથા રિફા.ના રૂ.૭૫૫થી ૭૬૦ હતા. વિશ્વબજારમાં સનફલાવરના ભાવ કાચાતેલનો સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના૭૩૨.૫૦થી ૭૩૫ ડોલર હતા.
મલેશિયાથી ચાલુમહિનાના પ્રથમ ૧૫ દિવસમાં પામતેલની કુલ નિકાસ આશરે૨૦થી ૨૧ ટકા વધ્યાની ચર્ચા સંભળાઈ હતી. ઈન્ડોનેશિયમાં બાયોડિઝલમાં આગળ ઉપર પામતેલનો વપરાશ વધવાની શક્યતા આજે વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E9mXvJ
No comments:
Post a Comment