(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 14 મે, 2019, મંગળવાર
વૈશ્વિક બજારોમાં આજે એશીયાના બજારોમાં નરમાઈ સામે યુરોપના બજારોમાં તેજી સાથે ગઈકાલે અમેરિકી શેર બજારોમાં ધોવાણ છતાં આજે ભારતીય બજારોમાં ઈન્ડેક્સ બેઝડ અસાધારણ અફડાતફડીના અંતે નવ દિવસની નરમાઈને બ્રેક લાગી હતી. અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ ડીલ નિષ્ફળ રહેતાં અમેરિકાએ ચાઈનાની અબજો ડોલરની આયાતો પર ટેરિફમાં વધારો કર્યા સામે વળતાં પ્રહારમાં ચાઈનાએ પણ અમેરિકી ચીજો પર ટેરિફમાં વધારો જાહેર કરતાં અને અમેરિકા આગામી દિવસોમાં ભારત સહિતના અન્ય દેશોને ટેરિફ વોરમાં ટાર્ગેટ કરે એવી સંભાવનાએ વૈશ્વિક ટ્રેડ વોરની નેગેટીવ અસર બાદતેમ જ સાઉદી અરેબિયાના પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રકચર પર ડ્રોન વડે હુમલો થયાના અહેવાલ વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે વધુ મજબૂત બનતો અટકીને ૬ પૈસા ઘટીને રૂ.૭૦.૪૭ રહ્યો હતો. આઈટી-સોફટવેર શેરોમાં ફંડોની વેચવાલી સામે કેપિટલ ગુડઝ-પાવર, બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ, ફાર્મા, એફએમસીજી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ આજે ૧૪૦૦ પોઈન્ટ જેટલી અસાધારણ અફડાતફડીના અંતે ૨૨૭.૭૧ પોઈન્ટ વધીને ૩૭૩૧૮.૫૩ અને નિફટી સ્પોટ ૪૫૦ પોઈન્ટ જેટલી ઉથલપાથલના અંતે ૭૩.૮૫ પોઈન્ટ વધીને ૧૧૨૨૨.૦૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ૧૪૦૦ પોઈન્ટની ઉથલપાથલમાં ઉપરમાં ૩૭૫૭૨ અને નીચામાં ૩૬૯૫૬ આવી અંતે ૨૨૮ વધીને ૩૭૩૧૯
ટ્રેડીંગની શરૂઆત આજે સાધારણ મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૭૦૯૦.૮૨ સામે ૩૭૧૪૬.૫૮ મથાળે ખુલીને ફાર્મા શેરોમાં સન ફાર્મા તેમ જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો સહિતમાં આકર્ષણે મજબૂતી બતાવ્યા બાદ આઈટી-સોફટવેર શેરોમાં ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ સહિતમાં ફંડો વેચવાલ બનતાં અને બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સીસ બેંક, ટાટા સ્ટીલ સહિતમાં નરમાઈએ આ સુધારો ધોવાઈ ૧૧:૪૫ વાગ્યા નજીક ૧૩૪.૭૨ પોઈન્ટ ઘટીને નીચામાં ૩૬૯૫૬.૧૦ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી ફરી રિકવર થતો જઈ ફાર્મા જાયન્ટ સન ફાર્મા સાથે બેંકિંગ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, યશ બેંક સહિતમાં આકર્ષણે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વેદાન્તા, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી સાથે મારૂતી સુઝુકી, આઈટીસી સહિતમાં લેવાલીએ ઘટયામથાળેથી ૬૧૬ પોઈન્ટન અને આગલા બંધથી એક તબક્કે ૪૮૧.૮૫ પોઈન્ટની છલાંગે બપોરે ૨:૪૨ વાગ્યા નજીક ઉપરમાં ૩૭૫૭૨.૭૦ સુધી પહોંચ્યો હતો. જે ફરી વધ્યામથાળેથી એકાએક ગબડી આવી મોટાભાગનો સુધારો ધોવાઈ જઈ નીચામાં ૩૭૧૯૩ સુધી આવી ગયો હતો. જે ફરી આ મથાળેથી રિકવર થતો જઈ અંતે ૨૨૭.૭૧ પોઈન્ટ વધીને ૩૭૩૧૮.૫૩ બંધ રહ્યો હતો.
નિફટી ૪૫૦ પોઈન્ટની અફડાતફડીમાં ઉપરમાં ૧૧૨૯૪ અને નીચામાં ૧૧૧૦૮ સુધી આવી અંતે ૭૪ પોઈન્ટ વધીને ૧૧૨૨૨
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૧૪૮.૨૦ સામે ૧૧૧૫૧.૬૫ મથાળે ખુલીને આરંભમાં સાધારણ સુધારા બાદ નીચામાં ૧૧૧૦૮.૩૦ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી ઝડપી રિકવરીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક તેમ જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વેદાન્તા, ગેઈલ, આઈટીસી, આઈશર મોટર્સ, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, સન ફાર્મા, સિપ્લા, ઝી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, બ્રિટાનીયા, ઈન્ફ્રાટેલ, બીપીસીએલ, આઈઓસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટસ, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ સહિતમાં તેજીએ એક તબક્કે વધીને ૧૧૨૯૪.૭૫ સુધી પહોંચ્યો હતો. જે અફડાતફડીમાં ફરી મોટાભાગનો સુધારો ધોવાઈ ગયા બાદ ફરી રિકવર થઈ અંતે ૭૩.૮૫ પોઈન્ટ વધીને ૧૧૨૨૨.૦૫ બંધ રહ્યો હતો.
નિફટી ૧૧,૩૦૦નો કોલ વધીને ૭૩.૬૫ થઈ તૂટીને ૧૭.૦૫ આવી અંતે ૩૯ : નિફટી ૧૧,૦૦૦નો પુટ ૩૦.૩૫ થી ઘટીને ૮
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે મોટી ઉથલપાથલમાં ખેલંદાઓને બન્ને તરફી ટ્રેપમાં લેવાયા હતા. નિફટી ૧૧,૩૦૦નો કોલ ૫,૩૦,૭૭૮ કોન્ટ્રેકટસમાં રૂ.૪૫,૧૨૪.૨૭ કરોડના કામકાજે ૩૧.૯૫ સામે ૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૭૩.૬૫ થઈ નીચામાં ૧૭.૦૫ સુધી આવી અંતે ૩૯ રહ્યો હતો. નિફટી ૧૧,૨૦૦નો કોલ ૪,૬૦,૩૦૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૮,૯૦૯.૯૦ કરોડના કામકાજે ૬૪.૦૫ સામે ૫૨.૩૦ મથાળે ખુલીને નીચામાં ૪૧.૨૫ અને ઉપરમાં ૧૪૧.૫૦ સુધી ઉછળી અંતે ૮૭.૬૫ રહ્યો હતો. નિફટી ૧૧,૧૦૦નો પુટ ૪,૬૧,૫૫૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૮,૫૫૦.૨૯ કરોડના કામકાજે ૫૬.૩૫ સામે ૬૧.૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૭૩.૬૦ થઈ ઘટીને ૮.૬૦ સુધી આવી અંતે ૧૬ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો પુટ ૩,૯૧,૭૫૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૨,૩૭૩.૭૧ કરોડના કામકાજે ૩૦.૩૫ સામે ૩૪.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૮.૬૦ થઈ ઘટીને ૪.૩૫ સુધી આવી અંતે ૮ રહ્યો હતો.
બેંક નિફટી ફયુચર ૨૮,૭૭૩ થી વધીને ૨૯,૧૯૮ થઈ અંતે ૨૮,૯૯૦ : નિફટી મે ફયુચર ૧૧,૧૮૧ થી વધીને ૧૧,૨૬૭
બેંક નિફટી મે ફયુચર ૧,૫૮,૫૪૦ કોન્ટ્રેકટસમાં રૂ.૯૧૭૨.૫૬ કરોડના કામકાજે ૨૮,૭૭૩.૦૫ સામે ૨૮,૭૫૧ મથાળે ખુલીને નીચામાં ૨૮,૭૦૦ થઈ વધીને ૨૯,૧૯૮ સુધી પહોંચી અંતે ૨૮,૯૯૦ રહ્યો હતો. નિફટી મે ફયુચર ૧,૮૦,૬૭૧ કોન્ટ્રેકટસમાં રૂ.૧૫,૨૧૪.૩૫ કરોડના કામકાજે ૧૧,૧૮૧.૫૫ સામે ૧૧,૧૭૦.૧૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૧૩૮ થઈ વધીને ૧૧,૩૩૮.૧૦ સુધી પહોંચી અંતે ૧૧,૨૬૭.૫૫ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો કોલ ૫.૧૫ સામે ૫.૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૯.૨૫ થઈ ઘટીને ૨.૫૫ સુધી આવી અંતે ૩.૮૫ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં સન ફાર્મા રૂ.૨૩ વધીને રૂ.૪૨૦ : વોખાર્ટ, ન્યુલેન્ડ લેબ., મર્ક, લાલપથ લેબ., સિપ્લા, એચસીજી, જેબી કેમ. વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં ગઈકાલે સન ફાર્મા સામે અમેરિકામાં કૃત્રિમ રીતે જીનેરિક દવાના ઊંચા ભાવ લેવા મામલે કેસ થતાં શેરમાં હેમરીંગ થયા બાદ આજે ઘટયામથાળેથી ફંડોના શોર્ટ કવરિંગે શેર રૂ.૨૩.૩૦ વધીને રૂ.૪૨૦.૧૫ રહ્યો હતો. અન્ય ફાર્મા શેરોમાં વોખાર્ટ રૂ.૨૦.૧૦ વધીને રૂ.૩૭૯.૪૦, એચસીજી રૂ.૯.૧૫ વધીને રૂ.૧૯૭, ન્યુલેન્ડ લેબ રૂ.૨૪.૮૫ વધીને રૂ.૬૮૦.૧૫, જેબી કેમિકલ્સ રૂ.૧૦ વધીને રૂ.૩૨૬.૧૫, લાલપથ લેબ રૂ.૨૬.૫૦ વધીને રૂ.૯૯૬.૪૫, મર્ક રૂ.૧૦૪.૪૦ વધીને રૂ.૪૦૧૬.૦૫, સિપ્લા રૂ.૧૧.૮૫ વધીને રૂ.૫૫૬.૧૫, ગ્લેનમાર્ક રૂ.૧૧.૩૦ વધીને રૂ.૬૦૨.૯૫, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૪.૯૦ વધીને રૂ.૨૧૪૨.૧૫, લુપીન રૂ.૭.૮૦ વધીને રૂ.૮૦૯.૧૫, બાયોકોન રૂ.૩.૭૫ વધીને રૂ.૫૨૯.૨૦, આરપીજી લાઈફ રૂ.૧.૨૦ વધીને રૂ.૨૨૮.૫૦, સિન્જેન રૂ.૫.૯૫ વધીને રૂ.૫૯૪.૩૦ રહ્યા હતા.
સાઉદીના પાઈપલાઈન ઈન્ફ્રા પર ડ્રોન હુમલો : બ્રેન્ટ ૭૧ સપાટી કુદાવી : રિલાયન્સ, ગેઈલ, એચપીસીએલ, બીપીસીએલ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ગઈકાલે ૭૦ ડોલરની અંદર ઊતરી ગયા બાદ આજે સાઉદી અરેબિયાએ પોતાની ઓઈલ પાઈપલાઈન ઈન્ફ્રા પર ડ્રોન વડે હુમલો થયાનું નિવેદન કરતાં ક્રુડ ફરી બ્રેન્ટ વધીને ૭૧ ડોલરની સપાટી કુદાવી ગયું હતું. ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીના આકર્ષણમાં ગેઈલ ઈન્ડિયા રૂ.૧૧.૩૦ વધીને રૂ.૩૪૩.૧૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૮.૬૫ વધીને રૂ.૧૨૫૯.૫૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૬.૩૦ વધીને રૂ.૩૦૨.૪૫, એચપીસીએલ રૂ.૫.૧૦ વધીને રૂ.૨૬૭.૮૫, બીપીસીએલ રૂ.૩.૨૫ વધીને રૂ.૩૫૮.૨૫, આઈઓસી રૂ.૧૪૩.૪૦ રહ્યા હતા.
બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક, ફેડરલ બેંક, યશ બેંક, ઈન્ડિયાબુલ્સ, આઈઆઈએફએલ, આઈડીએફસી વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું ઘટાડે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. બેંક ઓફ બરોડા રૂ.૩.૭૦ વધીને રૂ.૧૦૯.૫૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૫.૯૫ વધીને રૂ.૧૪૩૦.૪૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૧૫ વધીને રૂ.૩૧૩.૯૦, ફેડરલ બેંક રૂ.૧.૮૦ વધીને રૂ.૯૮.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૬૦ વધીને રૂ.૩૮૦.૮૦, યશ બેંક રૂ.૧.૩૦ વધીને રૂ.૧૫૬.૧૫, મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૮.૦૫ વધીને રૂ.૧૨૦.૮૦, આઈઆઈએફએલ રૂ.૨૮.૭૦ વધીને રૂ.૪૩૫.૧૫, આઈડીએફસી લિમિટેડ રૂ.૨.૧૫ વધીને રૂ.૩૬.૯૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૩૭.૧૫ વધીને રૂ.૬૯૭.૧૦, ડીએચએફએલ રૂ.૬.૦૫ વધીને રૂ.૧૧૭, આઈડીબીઆઈ રૂ.૧.૮૦ વધીને રૂ.૩૬.૩૦, પીએનબી રૂ.૨.૯૫ વધીને રૂ.૮૨.૭૫, મુથુટ ફાઈનાન્સ રૂ.૨૪.૨૦ વધીને રૂ.૫૭૧.૦૫, રિલાયન્સ કેપિટલ રૂ.૩.૪૦ વધીને રૂ.૧૧૦.૮૫, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૩.૪૦ વધીને રૂ.૭૭૮.૪૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૩.૫૦ વધીને રૂ.૧૧૮.૪૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૩.૧૦ વધીને રૂ.૪૮૮.૩૦ રહ્યા હતા.
આઈટી-સોફટવેર શેરોમાં નરમાઈ : ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ ઘટયા
આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે સતત વેચવાલી રહી હતી. ટેક મહિન્દ્રા રૂ.૨૪.૨૦ ઘટીને રૂ.૭૯૧.૧૦, ટીસીએસ રૂ.૩૬.૭૫ ઘટીને રૂ.૨૦૯૪.૩૫, વિપ્રો રૂ.૪.૯૫ ઘટીને રૂ.૨૮૪.૩૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૬.૮૫ ઘટીને રૂ.૧૦૬૫.૯૫, ઈન્ફોસીસ રૂ.૬.૨૦ ઘટીને રૂ.૭૧૩.૮૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધોવાણ : ૧૩૨૫ શેરો નેગેટીવ બંધ : ૧૯૨ શેરોમાં મંદીની નીચલી સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની સતત વેચવાલી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૫ અને વધનારની સંખ્યા ૧૧૯૩ રહી હતી. ૧૯૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એફઆઈઆઈની કેશમાં વધુ રૂ.૨૦૧૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : ડીઆઈઆઈની રૂ.૨૨૪૩ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-કેશમાં વધુ રૂ.૨૦૧૧.૮૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૬૯૬.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૭૦૮.૩૪ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૭૦૨.૦૬ કરોડની ચોખ્ખી ખરીદી સામે સ્ટોક ફયુચર્સમાં રૂ.૪૦૯.૪૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૨૪૨.૯૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૦૮૬.૫૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૮૪૩.૬૫ કરોડની વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WKWV95
No comments:
Post a Comment