
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 5 મે 2019, રવિવાર
અંધેરી (પ) ખાતે યારી રોડ પર આવેલી સરિતા બિલ્ડીંગના ચોથા માળે ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં ભીષણ આગ લાગી હતી. આગમાં ત્રણ જણ જખમી થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જોકે અગ્નિશમન દલે આગને લગભગ ૩૦ મિનિટમાં (અડધો કલાક) ઓલવી દીધી હતી.
મળેલી માહિતી અનુસાર અંધેરી (પ) વર્સોવા યારી રોડ, મામીલ મસ્જિદ ચોક ગણેશ સાંઇ મંદિરની સામે આવેલા સરિતા બિલ્ડીંગના ચોથા માલે આજે સવારે ૧૧.૨૨ વાગ્યે એસી તેમજ ગેસ સિલિન્ડરના સ્ફોટ થતાં ભીષણ આગ લાગી હતી.
આગ લાગવાની જાણકારી મળતાં અગ્નિશમન દળના જવાનો પાંચ ફાયર એન્જિન, બે વોટર પમ્પ લઇને ઘટનાસ્થળે ધસી ગયા હતા. અગ્નિશમન દળના જવાનોએ તાબડતોબ યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને સવારે ૧૧.૫૨ વાગે ઓલવી દીધી હતી. આ દરમિયાન આગમાં ચોથા માળે મોટુ નુકસાન થયું હતું. બે જણ જખમી થયા હતા. એમ અગ્નિશમન દળના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું.
દરમિયાન, આગમાં ઇજાગ્રસ્ત થયેલામાં દીપ હિંમાશું દેસાઇ (૩૫ વર્ષ) જે ૩૨ થી ૩૫ ટકા સુપર ફેસીયલ બર્ન છે. નિલિમા રાવન (૬૦ વર્ષ) નામની મહિલાને માથામાં ઇજા થઇ છે. આ બન્ને જણે નજીકમાં આવેલી ડૉ. આર.એન. કૂપર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
જ્યારે અમાદીપ ઇન્દ્રપાલ સિંગ (૨૭ વર્ષ) નામના યુવાનને સામાન્ય જખ્મી થયા હતા. અને તેને પ્રાથમિક સારવાર આપીને ઘરે જવા દીધા હતા. એમ અગ્નિશમન દળના કંટ્રોલ રૂમે જમાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J31gRQ
No comments:
Post a Comment