25મી ઓગસ્ટ 2022થી મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી કરવાનું લક્ષ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

25મી ઓગસ્ટ 2022થી મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી કરવાનું લક્ષ


મુંબઇ, તા. 5 મે 2019, રવિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં ફક્ત ૩૫  ટકા જમીન જ મેળવી શકાઈ છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે વધુ જમીન સંપાદન કરવાના પ્રવાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ અત્યાર સુધીમાં ૩૫ ટકા ભૂસંપાદન થયું છે. 

મહારાષ્ટ્રના માલઘર અને થાણે જિલ્લામાં જમીન મેળવવાને લગતી મડાગાંઠ હજી સુધી છૂટી નથી. આમ છતાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સથી કલ્યાણના શીળફાટા વચ્ચે ભૂગર્ભ ટનલની કામગીરી ૨૦૨૦થી શરૂ કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું ૫૦૦ કિલોમીટરનું અંતર આ બુલેટ ટ્રેન અઢી-ત્રણ કલાકમાં કાપશે. ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨થી બુલેટ ટ્રેન દોડતી કરવાનું સરકારે લક્ષ્ય રાખ્યું છે. આ પ્રોજેક્ટ માટે સરકારી અને ખાનગી માલિકીની મળી એકંદર ૧,૪૩૪ હેક્ટર જમીન સંપાદિત કરવી પડશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JizOyW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages