છાપી તા.13 મે 2019, સોમવાર
વડગામ તાલુકાના માહી ગ્રામ પંચાયત દ્વારા પાણીના વિતરણમાં ભેદભાવ ની નીતી અપનાવતા પંચાયતના સરપંચ અને ડે.સરપંચ વિરૃદ્ધ લોકોએ સુત્રોચાર સાથે તાત્કાલિક રાજીનામુ આપે તેવી માંગ કરવા સાથે સરકાર પાસે પગલાં ભગવા માંગ કરી હતી.એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ લગ્નની સિઝન વચ્ચે છતાં પાણી એ માહીમાં હિંદુ વિસ્તારમાં પાણીના પોકારો પડયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડગામ તાલુકાના માહી ગામે ગ્રામ પંચાયત દ્વારા નાગરિકો ને પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થતા મહિલાઓ સહિત લોકોના ટોળા પાણી નું સપ્લાય કરતા બોર પાસે એકત્રિત થઇ પાણીના વિતરણ વ્યવસ્થા સામે ઉહાપોહ મચાવ્યો હતો અને માહીના સરપંચ અ.હમીદભાઇ તેમજ ડે.સરપંચ સામે સુત્રોચાર કર્યો હતો માહી ગ્રામ પંચાયત ના પુર્વ ડે.સરપંચ મફાભાઇ પલાણી એ ગ્રામ પંચાયતના સરપંચ અને ડે.સરપંચ ઉપર ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે ગામના સરપંચ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વોર્ડ નંબર ૧ માં વસતા હિન્દું વિસ્તાર માં બે ત્રણ દિવસે એક વાર પાણી આપવામાં આવે છે. જ્યારે મુસ્લિમ વિસ્તારમાં દરરોજ દિવસમાં બે વાર પાણી આપવામાં આવે છે. અને ગામના બોર ઉપર હિન્દુ વિસ્તારમાં પાણીના સપ્લાય કરતી લાઇન ઉપર નાખવામાં આવેલા વાલ્વ ઉપર તાળુ મારવામાં આવ્યુ છે.
આમ ગામમાં મુસ્લિમ અને હિન્દુ સમાજ વચ્ચે ભેદભાવ રાખી સમાજ સમાજ વચ્ચે વૈમસ્યું ઉભું કરી કોમી એકતા માં તિરાડ પાડવા તંત્ર કામ કરી ચૂંટણીની અદાવત રાખી હિન્દુ સમાજ ને અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેવો આક્ષેપ કર્યો હતો અને સારકાર પાસે પાણી વિતરણ ની ભેદભાવ નીતિ અપનાવતા વિવાદ સર્જાયો છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LF6mG2
No comments:
Post a Comment