ડીસા તા.13 મે 2019, સોમવાર
ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ ઉનાળો તેના આકરા મિજાજનો પરિચય આપી રહ્યો છે. કચ્છ અને રાજસ્થાનમાં વસતા માલધારીઓને પોતાનાં માલઢોર સાથે જીવવું વસમું બન્યું છે. પાણી અને ઘાસ ચારાની તંગીનાં કારણે હવે હિજરત કરવાની ફરજ પડી છે. અને હાલમાં આવા માલધારીઓ તેમના પશુઓ સાથે હિજરત કરી આમ તેમ ભટકી તેમનું અને પશુઓનું જીવન ગુજારી રહ્યા છે.
ગયા ચોમાસામાં વરસેલા અપુરતા વરસાદે સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનના પશુપાલકોને ભારે મુશ્કેલીમાં મુકી દીધાં છે. ચોમાસા બાદ શિયાળાના દિવસો તો જેમ તેમ પસાર થયાં પરંતુ હવે ઉનાળામાં આ માલધારીઓને પોતાનાં માલઢોર સાથે જીવવું દુષ્કર બની રહ્યું છે. કચ્છ અને રાજસ્થાનમાં હાલના ઉનાળામાં કયાંય લીલું તો ઠીક સુકાં ઘાસનું તણખલું પણ જોવાં મળતું નથી. આ સ્થિતિમાં માલધારીઓમાં પુશુઓ માટે ઘાસચારાની અને પાણીની ચિંતા પેઠી છે. ત્યારે ઘાસચારો અને પાણીની શોધમાં ૨૦ જેટલાં માલધારી પરિવારો પોતાનાં ૫૦૦ જેટલા માલઢોર સાથે ૯ મહિનાથી આમ તેમ ભટક ભટકતા બનાસકાંઠાના ડીસામાં આવી પહોંચ્યા છે. કચ્છથી પોતાના પશુઓ સાથે માલધારીઓ હિજરત કરી બનાસકાંઠામાં વસવાટ કરી રહ્યા છે. માલધારીઓ હવે માંડ-માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે.
એક તરફ અપુરતો વરસાદ અને ધાસચારો અને બીજી તરફ પાલતું માલઢોરનાં ભુખ-તરસનાં નિસાસ આ બધાં વચ્ચે કેટલા પશુઓ સાથે તેઓ પોતાના વતન તરફ ક્યારે ફરશે તે પણ તેઓને ખબર નથી. જો કચ્છમાં સરકાર દ્વારા આવા માલધારીઓને થોડી પણ ઘાસચારો,પાણીની સહાય આપવામા આવી હોત તો કદાચ આ માલધારીઓને પોતાના ઘરબાર છોડી હિજરત કરવાની ફરજ ના પડી હોત.
હીજરતી પરિવારો ખુલ્લા આકાશમાં દિવસ-રાત ગુજારી રહ્યા છે
બનાસકાંઠામાં હિજરત કરી આવેલા માલધારીઓ તેમના પરિવાર સાથે ખુલ્લા આકાશમાં પોતાના બાળકો, સ્ત્રીઓ સાથે ધોમધખતા તાપમાં દિવસ રાત ગુજારવી એ ખુબજ અસહ્ય પરિસ્થિતી હોય છે. પરંતુ પોતાના જીવથી પણ વધારે વહાલા પશુઓ માટે હિજરત કરવું પડે તે પણ સરકારની નામોશી સમાન બાબત છે. ત્યારે હાલતો પોતાનાં અસ્તિત્વી માટે હિજરત એ જ માલધારીઓ તેમના એન પશુઓ માટે કલ્યાણ કારી બાબત હોવાનું માની રહ્યા છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WHQ1BE
No comments:
Post a Comment