લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ અશોક ચૌહાણની રાજીનામાની રજૂઆત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ અશોક ચૌહાણની રાજીનામાની રજૂઆત

મુંબઈ, તા. 26 મે 2019 રવિવાર

લોકસભા ચૂંટણીમાં ભાજપના સારા પ્રદર્શન બાદ દેશમાં રાજકીય ઉથલ-પાથલ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષથી લઈને કેટલાક લોકો રાજીનામુ આપવાની રજૂઆત કરી ચૂક્યા છે. જેમાં હવે મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ અશોક ચૌહાણનું નામ પણ જોડાઈ ગયુ છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌહાણે પાર્ટીમાં પોતાના પદ પરથી રાજીનામાની રજૂઆત કરી છે. ચૌહાણે કહ્યુ, મે મારુ રાજીનામુ સોંપી દીધુ છે અને હવે તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિર્ભર છે કે તેઓ કંઈ પણ પરિવર્તન ઈચ્છે તે કરી શકે છે. અમારા વિશે નિર્ણય લેવા તેઓને પૂરો અધિકાર છે. હું જલ્દી જ રાહુલ ગાંધીને મળીશ.

અગાઉ મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખે ટ્વીટ કરીને કહ્યુ, રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ખૂબ મહેનત કરી. જોકે રાજ્યમાં કોંગ્રેસ અપેક્ષિત પરિણામો મેળવી ના શકી. હું મહારાષ્ટ્રમાં પાર્ટીની હારની જવાબદારી લીધા બાદ રાજીનામું આપવા માટે તૈયાર છુ.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W2Zwit

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages