સાઉદી અરબમાં ઓઈલ પાઈલાઈન પર યમનના વિદ્રોહીઓનો ડ્રોન વડે હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

સાઉદી અરબમાં ઓઈલ પાઈલાઈન પર યમનના વિદ્રોહીઓનો ડ્રોન વડે હુમલો


રિયાધ, તા.14 મે, 2019, મંગળવાર

સાઉદી અરબના ઓઈલ ટેન્કર પર સોમવારે રહસ્યમય રીતે હુમલો થયો હતો. દરિયામાં થયેલા હુમલા પછી હવે જમીન પર ઓઈલ લઈ જતી પાઈપલાઈનને રીતે ટાર્ગેટ કરાઈ હતી. આ હુમલો યમનના વિદ્રોહી સંગઠન હુથી દ્વારા કરવામાં આવ્યો હતો. સાઉદીના કહેવા પ્રમાણે ઓઈલ લઈ જતી પાઈપલાઈનના બે પમ્પિંગ સ્ટેશન પર હથિયારધારી ડ્રોન વિમાન વડે હુમલો થયો હતો. 

જોકે સતર્કતાને કારણે કોઈ મોટી નુકસાની ટળી ગઈ હતી. પરંતુ વધુ કોઈ ગરબડ ન થાય એટલા માટે સાઉદી અરબે આ ૧૨૦૦ કિલોમીટર લાંબી પાઈપમાં પેટ્રોલિયમનું વહન અટકાવી દીધું હતું. ઈસ્ટ-વેસ્ટ વચ્ચે પથરાયેલી આ પાઈપલાઈન રોજના ૫૦ લાખ બેરલ જેટલું પેટ્રોલિયમ લાલ સમુદ્રના કાંઠે આવેલા બંદર વિસ્તાર સુધી પહોંચાડે છે.

આ પહેલા ઈરાન સાથેના સંઘર્ષને કારણે અમેરિકાએ ગલ્ફ વિસ્તારમાં પોતાના યુદ્ધ જહાજો ગોઠવી દીધા છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી લીધી છે. ઈરાન કે કોઈ પણ ગલ્ફના દેશોમાં યુદ્ધની સ્થિતિ સર્જાય તો ક્રૂડ ઓઈલના ભાવો વધે જ. સાઉદી અરબ પર સતત બીજા દિવસે થયેલા હુમલાથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧.૬ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

સાઉદી સરકારે સ્પષ્ટતા કરી હતી કે હુમલાથી કોઈ મોટું નુકસાન થયુ નથી. કોઈ જાનહાની નથી થઈ કે ખનીજતેલમાં આગ લાગવાનો ડર હોય એવી સ્થિતિ પણ સર્જાઈ નથી. આ હુમલો યમનના વિદ્રોહી સંગઠન હુથીએ કર્યો હોવાનો દાવો કર્યો હતો.

યમન અને ઈરાન એકબીજાના મિત્ર દેશો છે. સાઉદી અરબે સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલિયમ પાઈપલાઈન હાલ બંધ કરાઈ છે, પરંતુ પેટ્રોલિયમ પૂરવઠાને કોઈ અસર થઈ નથી.  સાઉદી અરબે કહ્યુ હતુ કે આ હુમલો માત્ર સાઉદી પર નથી, તેનાથી પેટ્રોલિયમનું વૈશ્વિક નેટવર્ક ખોરવાઈ શકે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E9HAI6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages