નોકરી શોધતા 27.5 કરોડ યુવાનોની અંગત જાણકારી લીક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 13 May 2019

નોકરી શોધતા 27.5 કરોડ યુવાનોની અંગત જાણકારી લીક


નવી દિલ્હી, 11 મે 2019, શનિવાર

ભારતમાં નોકરી શોધતા 27.5 કરોડ યુવાનોની અંગત જાણકારી સાર્વજનિક થઈ છે. એક રીપોર્ટ અનુસાર મોંગોડીબી ડેટાબેઝના ડેટા લીક થવાના કારણે કરોડો યુવાનોના રિઝ્યુમ, આઈડી, સેલેરી, એડ્રેસ જેવી જાણકારી જાહેર થઈ છે. આ જાણકારી સાથે તેમની જન્મ તારીખ અને મોબાઈલ નંબર પણ લીક થયા છે. 

મહત્વપૂર્ણ છે કે મોંગો ડીબી એક ઓપન સોર્સ ડેટાબેઝ મેનેજમેન્ટ માટે જાણીતું છે અને અહીંથી જ ડેટા લીક થયા છે. આ વાતનો ખુલાસો એક સિક્યોરિટી રીસર્ચરએ કર્યો છે. આ ડેટાબેઝને એક હૈકર્સના ગૃપએ હેક કર્યું હતું અને મેસેજ આપ્યો હતો કે રી સ્ટોર કરવા માટે સંપર્ક કરો. આમ થવાનું કારણ છે કે મોંગો ડીબીના ડેટાબેઝને સુરક્ષિત કરવામાં આવ્યા ન હતા. તેની જાણકારી મળ્યા બાદ પણ ગત 8 મે સુધી ડેટાબેઝ ઓપન જ રહ્યો હતો. 

27.5 કરોડ ભારતીયોના ડેટા શોદાન નામના એક સર્ચ ઈંજન પર હતો. આ એક સર્ચ ઈંજન છે જેમાં તમે અકાઉન્ટ વિના કોઈપણ વસ્તુ સર્ચ કરી શકો છે. આ સાઈટ પર પહેલીવાર 23 એપ્રિલ 2019ના રોજ ડેટા જોવા મળ્યો હતો. એટલે કે ઈંટરનેટ પર ઘણા સમય સુધી 27.5 કરોડ ભારતીયોના ડેટા અવેલેબલ હતા. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E2JKt3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages