
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 મે 2019, શનિવાર
સરથાણા અગ્નિકાંડની ઘટનાએ ફક્ત સુરત જ નહિ આખા રાજ્યને હચમચાવી દીધુ છે. સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડમાં ગતરોજ ૧૯ વિદ્યાર્થીઓના મોત થયા હતા . આજે બીજા દિવસે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિની સહિત વધુ ત્રણ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક ૨૨ થયો છે.
સ્મીમેર હોસ્પિટલના પાસેથી મળતી માહિતી મુજબ સીમાડા નાકા પાસે આવેલ ગૌરવ પાર્ક સોસાયટીમાં રહેતા દીપકભાઈ પાંચાણીની ૧૭ વર્ષીય પુત્રી હેપ્પી ગઈ કાલ સાંજે સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડ મા ગોજારી ઘટનામાં પોતાના જીવ બચાવવાના પ્રયાસમાં ઉપરથી કૂદી ગઈ હતી,તેને માથા અને શરીના ભાગોમાં ગંભીર ઈજાઓ થઇ હતી. સારવાર માટે તેને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યા શનિવારે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. હેપ્પી ના સંબંધીએ જણાવ્યું હતું કે હેપ્પી મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા વંડા ગામની વતની હતી તે એક ભાઈની એકની એક લાડકવાઈ બહેન હતી. હેપ્પીએ હાલમાં જ ધોરણ ૧૧ ની પરીક્ષા આપી હતી. અને તેમાં પાસ થઈને ૧૨માં ધોરણમાં આવી હતી. તેના પિતા હીરાના કામકાજ સાથે સંકળાયેલા છે. એકની એક દીકરીના મોતથી પરિવાર આઘાતમાં સરી પડયો છે.
વધુમાં તેમના સંબંધીએ કહ્યું હતું કે હેપ્પી ગઈકાલે બપોરે ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટ માં છેલ્લો દિવસ હોવાથી જવાની ન હતી. પણ તેની બહેનપણીના લીધે તે ત્યાં ગઈ હતી અને આખરે તેને કાળ ભરખી ગયો હતો.
આ ઉપરાંત આ ઘટનામાં સરથાણામાં જકાત નાકા પાસે શીવાંતા પેલેસમાં રહેતી અને ઉપરથી કૂદી પડતા ઇજા પામેલી ૨૦ વષીૅય ધુ્રવી સંજયભાઇ રાબડીયાનું સારવાર દરમિયાન આજે મોત થયું હતું.
જ્યારે પુણા રોડ પર સરદાર માર્કેટ પાસે સરદાર પેલેસમાં રહેતા વિનયભાઇ સીતાપરાની અઢી વષીૅય પુત્રી કર્ણવીનું સારવાર દરમિયાન આજે બપોરે ખાનગી હોસ્પિટલમાં મોત થયુ હતું. પોલીસ સુત્રો કહયુ કે પડોશમાં રહેતી કિષ્ણા નામની યુવતી આ અઢી વર્ષીય બાળકીને લઇને ક્લાસમાં આવી હતી. ત્યારે આગની ઘટના બનતા બાળકી દાઝી ગઇ હતી.આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30JjkpT
No comments:
Post a Comment