રાજકોટમાં 90 ટયુશન ક્લાસીસ બંધ કરાવાયા, 8 અનધિકૃત, ટીપીની નોટિસો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

રાજકોટમાં 90 ટયુશન ક્લાસીસ બંધ કરાવાયા, 8 અનધિકૃત, ટીપીની નોટિસો



રાજકોટ,તા.25 મે 2019, શનિવાર

સુરતમાં માસુમ વિદ્યાર્થીઓની જિંદગી ભ્રષ્ટાચારની આગમાં હોમાઈ ગયા બાદ રાજ્યમાં મહાપાલિકાનું તંત્ર ફાયર સેફ્ટી સહિતના નિયમપાલનના મુદ્દે લાંબી ઉંઘમાંથી હાલ પુરતુ જાગ્યું છે. રાજકોટમાં આજે મનપાના ફાયરબ્રિગેડ, ટી.પી.શાખા, આરોગ્ય તંત્ર વગેરે દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું જે અંગે મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું કે ૯૦ જેટલા ક્લાસીસને બંધ કરાવાયા છે જેમાં પાંચ સ્કૂલો સમાવિષ્ટ છે, તો બાંધકામ પ્લાન મંજુર કરાવેલો નહીં હોવાનું જણાતા ૮ કોચીંગ ક્લાસીસને નોટિસો અપાઈ છે. આ કામગીરી સોમવારે વધુ સઘન રીતે જારી રખાશે. 

મ્યુનિ.સૂત્રો અનુસાર ગઈકાલે ૨૦ કોચીંગ ક્લાસ બંધ કરાવ્યા બાદ આજે  ઈસ્ટઝોનમાં કામદાર કોમ્પ્યુટર ક્લાસીસ, તરપન સ્પોકન ઈંગ્લીશ, ભૂષણ સ્કૂલ પોલ સ્ટાર પ્રા.સ્કૂલ, નાલંદા પ્રા.શાળા, પરિમલ વિદ્યાવિહાર, બી.એન.ટી. ક્લાસ, શુભમ કોલ ક્લાસ, પાવન એજ્યુકેશન, હરી ક્લાસીસ, માલી એકેડેમી, ચાણક્ય ક્લાસીસ, ડિસ્ક્વર ક્લાસીસ, ડી.એસ.કો કલાસીસ, શ્રી ગુ્રપ એજ્યુકેશન, પરમ કોમ્પ્યુટર, સરસ્વતી સ્ટડી પોઈન્ટ બંધ કરાવાયા છે.

સેન્ટ્રલ જોનમાં બે ટીમો દ્વારા ચેકીંગ કરીને જ્ઞાાનગંગા ક્લાસીસ, જ્ઞાાન ગંગા સ્કૂલ, શ્રીજી એજ્યુકેશન, રાજકોટ ઈન્ડસ્ટ્રી ઓફ ટેક્નોલોજી, આર.આઈ.ટી.ક્લાસીસ, વાત્સલ્ય સ્ટડીઝ, એક્સપર્ટ ક્લાસીસ,  શ્રી વર્લ્ડ કોમ્પ્યુટર ક્લાસીસ, કેરીંગ એકેડેમી, જીનીયસ એજ્યુકેશન, રામાની ઈન્સ્ટીટયુટ, અલોહા, શ્રી એકેડેમી, એસેન્ટ કોચીંગ ક્લાસ, સૂચક ક્લાસીસ, ટેકનો એસ્પ્રાય ટેક.ઈન્સ્ટી., વિહાણ એજ્યુકેશન, વર્ધમાન કોમ્પ્યુટર એજ્યુકેશન, જે.જે.કોમ્પ્યુટર, લર્નિંગ પોઈન્ટ, સી.એચ.શ્રી હુન્વારજી મુરજી ટ્રસ્ટ, સંસ્કાર ક્લાસીસ, ઈન્ડીયન ટેકનિકલ ઈન્સ્ટીટયુટ, જીજ્ઞોશ કોમ્પ્યુટર બંધ કારવાયા હતા.

વેસ્ટઝોનમાં શ્રી સંસ્કૃતિ ક્લાસીસ, નેપ્ચુયન ટાવર દિલ્હી પબ્લિક સ્કૂલ, વીર એકેડેમી, ન્યુ ગુરુકૂળ એકેડેમી, કે.સેવન ઈન્ટરનેશનલ, ભુષણ ક્લાસીસ, કામાની એકેડેમી, લીબર્ટી એકેડેમી વગેરે બંધ કરાવાયાનું મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું છે. 

જ્યારે ટાઉન પ્લાનીંગ વિભાગે બાંધકામ મંજુરી સહિતના મુદ્દે ચેકીંગ કરીને (૧) અંકુર ક્લાસીસ (નવલનગર) (૨) પટેલ ક્લાસીસ (મનપા વેસ્ટઝોન ઓફિસ રોડ) (૩) નવદીપ એકેડેમી (મારુતિ ચોક) (૪) પરમાણુ એકેડેમી (મારુતિ ચોક) (૫) દર્શન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (રોયલ પાર્ક, રીંગરોડ) (૬) એજ્યુનોવા ક્લાસીસ (કાલાવડ રોડ,) (૭)પાટીદાર એકેડેમી (જલારામ પ્લોટ-૨) અને (૮) બોથરા ક્લાસીસ (સાધુ વાસવાણી રોડ એ ૮ ટયુશન-કોચીંગ ક્લાસને બાંધકામ પ્લાન મંજુરી અંગે ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શનમાં વેસ્ટઝોન દ્વારા નોટિસ અપાઈ છે.

મ્યુનિ.કમિશનરે જણાવ્યું કે શહેરમાં જે પણ સ્કૂલ કે  રેસ્ટોરન્ટ છત પર વધારાના બાંધકામમાં કે બેઝમેન્ટમાં કામચલાઉ બાંધકામ કરીને ચલાવાતા હોય તેઓએને જાતે તે બાંધકામ દૂર કરવા તાકીદ કરાઈ છે અને જો તેમ નહીં થાય તો મનપા જે.સી.બી.લઈને ત્યાં ડિમોલીશન કરશે અને જે તે બિલ્ડીંગ કાયદાનુસારના પગલા લેવાશે.  

રાજકોટમાં હવે ફાયર સેફ્ટીના સાધનો અને જરૂરી પ્રબંધ કર્યા બાદ જ ક્લાસીસ, રેસ્ટોરાં, હોસ્પિટલ, કોમ્પલેક્સ વગેરે ચાલુ રાખી શકાશે અને તેમાં ચૂક થયે કડક પગલા લેવા મનપાના સ્ટાફને કમિશનરે આદેશ કર્યો છે. 



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HYgHI1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages