
નવી દિલ્હી, 26 મે 2019, રવિવાર
ચહેરો ગમે તેટલો સુંદર હોય પરંતુ જો દાંત પીળા હોય તો વ્યક્તિની ઈંપ્રેશન ખરાબ પડે છે. બાહ્ય દેખાવ માટે સારા કપડા પહેરો, મેકઅપ કરો પરંતુ પીળા દાંત તમારી સ્માઈલ અને તમારા વ્યક્તિત્વને ખરાબ કરી શકે છે. દાંત પીળા હોય તો લોકો તેની અવગણના સામાન્ય રીતે કરતા હોય છે પરંતુ જો વધારે સમય સુધી પીળા દાંતનો ઈલાજ કરવામાં ન આવે તો પછી તે મોટી સમસ્યા બની જાય છે. દાંત પીળા થવાના મુખ્ય કારણોમાં તમાકૂનું સેવન કરવું, બિનઆરોગ્યપ્રદ ભોજન, કલર્ડ ફૂડ, ખરાબ અને કેમિકલયુક્ત પાણીનો સમાવેશ થાય છે.
પીળા દાંત માટે ઈલાજ
1. દૂધમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે તેથી તે દાંતને સફેદ કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. દૂધ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે.
2. સ્ટ્રોબેરીમાં મૈલિક એસિડ હોય છે જે એક નેચરલ વ્હાટનિંગ એજન્ટ છે અને તે સ્લાઈવાને વધારી અને દાંત સફેદ કરે છે. પીળા દાંત પર એક સ્ટ્રોબેરીની પેસ્ટ લગાવવી જોઈએ. 5 મિનિટ મસાજ કર્યા બાદ દાંત બરાબર સાફ કરી લેવા.
3. નમક પણ પીળા દાંતને સફેદ કરે છે. સપ્તાહમાં બેથી ત્રણવાર નમકમાં સરસવનું તેલ ઉમેરી અને દાંત પર લગાવી મસાજ કરવી.
4. લીમડો દાંત માટે લાભકારી છે. તેનાથી પેઢામાં થતા બેક્ટેરિયા પણ દૂર થાય છે. પીળા દાંતને સફેદ કરવા માટે લીમડાના દાતણથી દાંત સાફ કરવા.
5. લીંબૂમાં સિટ્રિક એસિડ હોય છે જે દાંતની પીળાશ અને મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરે છે. લીંબૂનો રસ અને પાણીનું મિશ્રણ તૈયાર કરી તેનાથી કોગળા કરવા.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M83vpt
No comments:
Post a Comment