સમગ્ર રાજ્યમાં 85.03 ટકા સાથે પાટણ જિલ્લો મોખરે રહ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

સમગ્ર રાજ્યમાં 85.03 ટકા સાથે પાટણ જિલ્લો મોખરે રહ્યો

પાલનપુર, તા. 25 મે 2019, શનિવાર

પાટણ જિલ્લાનું ધોરણ ૧૨ નું સામાન્ય પ્રવાહનુ ંપરિણામ જાહેર થવા પામ્યુ ંહતું. જેમાં ગત વર્ષ રાજ્યમાં પરિણામની ટકાવારીમાં ૨૧ ક્રમે આવેલ પાટણ જિલ્લો રાજ્યમા ં૮૫.૦૩ ટકા સાથે પ્રથમ રહ્યો હતો. તો જિલ્લામાં કોમર્સમાં કોઈ છાત્રો એ ગ્રેડ મેળવ્યો હોવાનું પણ હતું તો જિલ્લામાં પાયોનિયરની સામાન્ય પરિવારની વિદ્યાર્થિનીઓએ કોઈ પણ ક્લાસીસ વગર જ યથાર્થ પરિશ્રમ થકી ૯૨ ટકા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો.

રાજ્યમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવા પામ્યુ ંહતું. જેમાં શનિવારના રોજ  પાટણ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું ૮૫.૦૩ ટકા પરિણામ રહેવા પામ્યું હતું. જેમાં જિલ્લામાં પરીક્ષામાં નોંધાયેલ ૬૭૦૫ છાત્રોમાંથી ૧૧ સેન્ટર પર ૬૬૯૩ છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાં કુલ જિલ્લામાં કુલ ૫૬૯૭ પાસ અને ૧૦૧૪ છાત્રો નપાસ થયા હતા. જેમાં સૌથી વધુ વારાહી સેન્ટર ૯૨.૮૨ અને સૌથી ઓછું હારીજ સેન્ટરનું ૭૭.૯૫ ટકા પરિણામ આવ્યું હતું. જિલ્લામા એ-૧માં ૪ અને એ -૨ માં ૧૫૨ છાત્રોએ ઉચ્ચ પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. પાટણ જિલ્લામા એ-વન ગ્રેડ ચાર છાત્રોએ અને એ-૨ ગ્રેડ ૧૫૨ છાત્રોએ મેળવ્યો હતો.

જિલ્લામાં પ્રથમ આવનાર પૂર્વીએ કહ્યું મારે સીએ બની પરિવાર માટે કંઈક કરવું છે

પૂર્વી લેલાઉચાએ જણાવ્યું હતું કે કોઈપણ ટયુશન ક્લાસીસ જતી ન હતી. પણ શાળામાં શિક્ષકો દ્વારા આપવામાં આવતી ટેકનોલોજી સાથેની શિક્ષણ પધ્ધતિ ખૂબજ ઉપયોગી બની છે. અમારી શાળા દ્વારા આપવામાં આવતી લેક્ચર અને અભ્યાસની સીડી શાળાના ટેબલેટ મારફતે રિવિઝન કરતી હતી સાથે રોજ ૬ કલાક ઉંઘવા સહિત રોજિંદી ક્રિયા સિવાય બધો સમય શિક્ષણ પાછળ આપતી અને મગજ ફ્રેશ કરવા થોડી વાર ટીવી જોતી હતી અને મારે આગળ સીએ બની મારા માતા-પિતા અને પરિવાર માટે કંઈક કરવું છે એ જ મારું લક્ષ છે.

દીકરીનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે બધું કરવા તૈયાર છુંઃ પિતા

પૂર્વીના પિતા અમીરામભાઈએ જણાવ્યું હતું કે હું પાટણ સહિત અન્ય સ્થળો પર કંપનીના કન્સ્ટ્રક્શન સાઈડો પર રસોયાનું કામ કરું છું. હું પોતે માંડ પાંચ ભણ્યો છું પણ મારી દીકરી આટલું ઉંચું પરિણા લાવી, અમારી આશાઓ પર ખરી ઉતરી છે તે જે બનવા માંગશે તેના માટે જે કરવું પડે હું કરીશ પણ તેનું સ્વપ્ન હું પૂર્ણ કરીશ. હું શાળા અને શિક્ષકોનો પણ ખૂબ આભારી છું.

પાટણ જિલ્લામાં પ્રથમવાર કોમર્સમાં છાત્રો એ-૧ ગ્રેડમાં આવ્યા

શિક્ષક પરેશ ઠક્કરે જણાવ્યુ હતું કે આજદિન સુધીમાં અમારી જાણ મુજબ જિલ્લામાં કોઈ કોમર્સના છાત્રોને ૯૦ પ્લસ એ વન ગ્રેડ મળ્યા નથી. પ્રથમ વાર જિલ્લામાં ૪ છાત્રોને એ વન ગ્રેડ મળ્યો છે તે ખરેખર આશ્ચર્ય અને ગૌરવની બાબત છે અને આ વખતે કોમર્સના પ્રશ્નપત્ર સરળ રહ્યા છે તેમજ છાત્રોની પણ ખુબજ મહેનત હતી અને આ તેનું જ પરિણામ છે.

રસોયાની દીકરી ૯૯.૯૩ પીઆર સાથે જિલ્લામાં પ્રથમ

પાટણ ગોલાપુર ખાતે આવેલ પાયોનિયર સ્કૂલની વિદ્યાર્થિની પૂર્વી અમિરામભાઈ લેલાઉચા સમગ્ર જિલ્લામાં ૯૧ ટકા સાથે ૯૯.૯૩ પીઆર મેળવી  જિલ્લામાં પ્રથમ ક્રમે આવી હતી. ત્યારે તેમના પિતા અમીરામભાઈ કન્સ્ટ્રક્શન સ્થળો પર રસોયાની નોકરી કરતા હોય મધ્યમ પરિસ્થિતિમાં પૂર્વી વર્ષ દરમિયાન કોઈ પણ એકસ્ટ્રા ક્લાસીસ વગર ફક્ત શાળામાં મળતા શિક્ષણકાર્ય અને શિક્ષકોની અભ્યાસની પધ્ધતિની મદદથી  પોતાની જાત મહેનતે સતત દિવસનું ફક્ત ૬ કલાક ઊંઘી તમામ સમય શિક્ષણ પાછળ આપી યથાર્થ પરિશ્રમ કરી તે જિલ્લામાં પ્રથણ આવતા ગૌરવ સાથે અનેરો ઉત્સાહ પિતાના ચહેરા પર છલકાયો હતો.

પાટણ જિલ્લો રાજ્યમાં પ્રથમ

પાટણ જિલ્લો ગત વર્ષે સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં ૨૧મા ક્રમે હતો. ત્યારે આ વર્ષે રાજ્યમાં સૌથી ઉંચું ૮૫.૦૩ ટકા પરિણામ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ રહ્યો છે. જેને લઈ ફક્ત એક જ વર્ષમાં ૨૧ ક્રમે થી સીધા પ્રથમ નંબર પર આવી જતા સમગ્ર રાજ્યમાં પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નામના  સાથે શિક્ષણ સ્તરમાં સુધારો થયો હોવાનું પણ જોવા મળી રહ્યું છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JCRJRT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages