ચીન પોતાને ત્યાં આયાત થતી અમેરિકાની 60 અબજ ડોલરની વસ્તુઓ પર ડયૂટી નાખશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

ચીન પોતાને ત્યાં આયાત થતી અમેરિકાની 60 અબજ ડોલરની વસ્તુઓ પર ડયૂટી નાખશે


આ વસ્તુઓ પર અનુક્રમે 25, 20 અને 10 ટકાના દરે ડયૂટી નાખવામાં આવશે 

(પીટીઆઇ) વોશિગ્ટન, તા. 13 મે, 2019, સોમવાર

ચીન અમેરિકાની ૬૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખશે તેમ ચીનના નાણા મંત્રાલયે આજે જણાવ્યું હતું. અમેરિકા દ્વારા ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પરની દસ ટકાની ડયુટી વધારી ૨૫ ટકા કરતા ચીન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ચીનના નાણા મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એક જૂનથી તે અમેરિકાની ૫૧૪૦ વસ્તુઓ પર ડયુટી નાખશે. 

આ દરમિયાન ચીનની વસ્તુઓ ડયુટી વધારવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા ટ્રમ્પે ચીન પર વેપાર મંત્રણા પડી ભાંગવાનો આરોપ મૂક્યો હતો. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા હાલમાં એ જ જગ્યાએ છે જ્યાં અમે ઇચ્છતા હતા.

ગયા સપ્તાહમાં ચીન સાથેની મંત્રણા નિષ્ફળ જતા ટ્રમ્પે ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પરની આયાત ડયુટી દસ ટકાથી વધારી ૨૫ ટકા કરી હતી. આ ઉપરાંતે અમેરિકાએ ચીનની બાકીની ૩૦૦ અબજ ડોલરની વસ્તુઓ ઉપર પણ આ જ દરે ડયુટી નાખવાનો આદેશ આપ્યો હતો. 

ટ્રમ્પના ટોચના આર્થિક સલાહકાર લેરી કુડલોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વેપાર વિવાદને કારણે બંને દેશોને નુકસાન થશે. જો કે ટ્રમ્પે દાવો કર્યો છે કે ડયુટી વધારવાથી અમેરિકા પર કોઇ વિપરિત અસર પડશે નહીં. ચીનની વસ્તુઓ પર ડયુટી વધારવાનો અમેરિકાનો નિર્ણય યોગ્ય છે. તેમણે જણાવ્યું હતું કે ચીનની વસ્તુઓ પર ડયુટી વધારવાથી અમેરિકાની આવકમાં વધારો થશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HpkP3y

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages