દુબઈની હોસ્પિટલમાં હિપ રિપ્લેસમેન્ટની સર્જરી બાદ ભારતીય મહિલાનું મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

દુબઈની હોસ્પિટલમાં હિપ રિપ્લેસમેન્ટની સર્જરી બાદ ભારતીય મહિલાનું મોત


(પીટીઆઈ) દુબઈ, તા. 13 મે, 2019, સોમવાર

દુબઈની ખાનગી હોસ્પિટલમાં હિપ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવ્યા બાદ કથિત જટિલતાઓને પગલે એક ભારતીય મહિલા શેફનું નિધન થયું છે. અહેવાલ પ્રમાણે બે બાળકોની માતા એવી ૪૨ વર્ષીય બેટ્ટી રીતા ફર્નાન્ડીઝને નવ મેના રોજ અલ જાહરા હોસ્પિટલમાં બે કલાકની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી.

 હોસ્પિટલના મુખ્ય કાર્યકારી અધિકારી મોહાયેમ અબ્દેલગનીએ જણાવ્યું કે, 'અલ જાહરા હોસ્પિટલ, દુબઈ(એઝેડએચડી)માં બેટ્ટી રીતા ફર્નાન્ડીઝના સર્જરી બાદ નવ મેના રોજ થયેલા નિધન મામલે તેમણે રીતાના પરિવારજનોને સમગ્ર ઘટનાક્રમથી પારદર્શી રીતે માહિતગાર કર્યા છે.'

મોહાયેમે જણાવ્યા પ્રમાણે હાલમાં હોસ્પિટલ આ અંગે દુબઈ હેલ્થ ઓથોરિટી(ડીએચએ) અને આંતરરાષ્ટ્રીય સંયુક્ત કમિશન(જેસીઆઈ)ના દિશાનિર્દેશો પ્રમાણે સમીક્ષા કરી રહી છે. આ ઉપરાંત સંબંધીત અધિકારીઓ તથા ડીએચએને સ્વતંત્ર તપાસ અને સમીક્ષા માટે નોટિસ આપવામાં આવેલી છે.

હોસ્પિટલે તેઓ રીતાના પરિવારજનોને સંપૂર્ણ માહિતીથી વાકેફ કરાવતા રહેશે તેની ખાતરી આપી છે. મૂળ મુંબઈની રહેવાસી રીતા જન્મથી જ થાપા સંબંધી સમસ્યાથી પીડિત હતી અને તેણે અલ જાહરા હોસ્પિટલમાં સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. રીતા એક રસોઈયણ હતી અને 'બેટ્ટીઝ કેક ટેલ' નામના સ્ટોરની માલિકણ હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJm3Nw

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages