અમેરિકાના શેરબજારોમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

અમેરિકાના શેરબજારોમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો


અમેરિકન શેરબજારો શરૂ થયાના એક કલાકમાં આઠ સેક્ટરના શેરોમાં પોટા પાયે ધોવાણ 

ન્યૂયોર્ક, તા. 13 મે, 2019, સોમવાર

અમેરિકાની ૬૦ અબજ ડોલરની વસ્તુઓ પર આયાત ડયુટી વધારવાની ચીનની જાહેરાતને પગલે અમેરિકાના શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૬૦૦ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. એટલે કે ૨.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એપલ, કેટરપિલ્લર, બોઇંગ જેવી કંપનીઓના શેરોમાં દિવસની શરૃઆતના કલાકોમાં જ મોટા પાયે ઘટાડો નોધાયો હતો. 

અમેરિકન શેરબજારો શરૃ થયાના એક કલાકની અંદર જ ૧૧ સેક્ટરમાંથી આઠ સેક્ટરના શેરોમાં પોટા પાયે ધોવાણ થયું હતું. 

યુટિલિટી, રિયલ એસ્ટેટ અને કન્ઝયૂમર ડિસક્રશનરી જ સેક્ટર્સના શેરોમાં ઘટાડો જોવા મળ્યો ન હતો.  સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સનું ૫૦૦ ઇન્ડેક્સ ૨.૨૨૫ ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YwE9mB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages