દુષ્કર્મ કેસમાં ગુનેગાર ઠરેલા નારાયણ વિરુધ્ધનો 594 પાનાનો ચુકાદો જાહેર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

દુષ્કર્મ કેસમાં ગુનેગાર ઠરેલા નારાયણ વિરુધ્ધનો 594 પાનાનો ચુકાદો જાહેર


- સાધિકા દુષ્કર્મ કેસમાં ફરિયાદની હકીકતથી માંડીને આખરી ચુકાદા સુધી કુલ ૩૮ ઈન્ડેક્ષમાં ૫૯૪ પાનાનો દળદાર ચુકાદામાં કોર્ટે દરેક કાનુની મુદ્દે વિસ્તૃત્ત છણાવટ 

(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 4 મે 2019, શનિવાર

સુરતના ચકચારી સાધિકા દુષ્કર્મ કેસના  મુખ્ય આરોપી નારાયણ સાંઈને આજીવન કેદ તથા ૧ લાખના દંડ સહિત આરોપી સાધક હનુમાન, સાધિકા બહેનો ગંગા જમનાને  દોષી ઠેરવી ૧૦ વર્ષની કેદ તથા દંડ ફટકારી એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.ગઢવીએ તા.૩૦મી એપ્રિલના રોજ લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા. જ્યારે આ કેસમાં દોષી ઠરેલા ડ્રાઈવર રમેશ મલ્હોત્રાને છ મહીનાની કેદ તથા દંડ બાદ સજાના હુકમ સામે અપીલના પીરીયડ સુધી સજાનો હુકમ મોકુફ રાખી જામીન મુક્ત કર્યા છે. આજે કોર્ટે ૩૮ જેટલા ઈન્ડેક્ષ સહિત ૫૯૪ પાનાનો દળદાર ચુકાદો જાહેર કર્યો છે. 

સાધિકા દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી ૩૦ વર્ષના અપરિપકવ હોવા તથા ભોગ બનનાર મુગ્ધાવસ્થામાં હોઈ સંમતિથી બંધાયેલા સંબંધના મામલે ઓછી સજા કરવા હાઈકોર્ટના બુધિયા છગનભાઈ વાઘારી વિ.સ્ટેટ ઓફ ગુજરાત ૧૯૯૧ જીએલઆર૧૨૪૩નો ચુકાદા રજુ કર્યા હતા. જેનો કોર્ટે નકારીને જણાવ્યું છે કે હાલના કેસમાં તથા ઓથોરીટીના કેસના સંજોગો એક જેવા નથી. સમગ્ર ટ્રાયલ દરમિયાન બચાવપક્ષે આવો કોઈ ગુનો બન્યો નથી. 


ભોગ બનનારે ષડયંત્રકારીઓ સાથે મળીને પ્રસિધ્ધિ મેળવવા હની ટ્રેપ કરીને આરોપીને ખોટી રીતે ફસાવ્યા છે તેવો બચાવ લીધો હતો. જે સંજોગોમાં આક્ષેપિત કૃત્ય સંમતિથી બનેલ હોવા અંગે ઓથોરીટી રજુ કરી ઓછી સજા કરવાની કરેલી માંગને માન્ય રાખી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે ભોગ બનનારે કોર્ટ સમક્ષ પોતાની જુબાનીમાં તેની સંમતિ ન હોય ત્યારે આક્ષેપિત કૃત્ય સંમતિથી થયેલ હોય તેમ ગણી શકાય નહીં.

આરોપી નારાયણ ૩૦ વર્ષની વયે પરિપકવ ન હતાનો બચાવ કોર્ટે નકાર્યો

સાધિકા દુષ્કર્મ કેસની સજાના મુદ્દે બચાવપક્ષે મુખ્ય આરોપી નારાયણ સાંઈ ૩૦ વર્ષના અપરિપકવ તથા ભોગ બનનાર ૧૭-૧૮ વર્ષના ટીન એજર્સ હોઈ પોતાની મહેચ્છા પુરી કરવા ગમે તે હદે જઈ શકે તેવી બચાવપક્ષની રજૂઆતને કોર્ટે માની નથી.કોર્ટે નારાયણ સાંઈને ઓછી સજા કરવા બનાવ સમયે તેની ઉંમરને લક્ષમાં લેવા જણાવ્યું હતુ.

જો કે કોર્ટે તેને નકારતા જણાવ્યું છે કે આરોપી કે જે તે સમયે પોતે ધર્મગુરુ છે કૃષ્ણનો અવતાર છે તેમ જણાવી પોતાની ઉંમરથી ૧૦-૧૨ વર્ષ નાની ઉંમરની છોકરીને સાધિકા થવા માટે આમંત્રણ આપી આશ્રમની અંદર રાખે છે.તે પુર્વ જન્મની ગોપી હોઈ અધુરી સાંસારિક ઈચ્છા પોતે કાપી રહ્યા છે તેવી સહ આરોપી સાધક-સાધિકા દ્વારા ભ્રમણા ફેલાવીને તેમની સાથે જઘન્ય કૃત્ય કરે છે.જેથી અપરિપકવ ઉંમર અને ઓછી સજાની એકી સાથે થયેલી રજૂઆતને માન્ય રાખી શકાય નહીં.

અલબત્ત ભોગ બનનારની વયજુથની અથવા આરોપી કરતા ઓછી ઉંમરની કુંવારી છોકરીને આશ્રમમાં રાખી ફરિયાદી તથા અન્ય સાથે જઘન્ય કૃત્ય આચરવાનો આક્ષેપ થયો છે.જો કે ભોગ બનનાર સિવાય કોઈ આ મુદ્દે આરોપી  વિરુધ્ધ જુબાની આપવા માટે ન આવ્યાની બાબત કોર્ટના રેકર્ડ પર આવ્યું છે.

સાધિકા દુષ્કર્મ કેસમાં 

૧૦ પૈકી પાંચ સાધક-સાધિકા વિરુધ્ધ ફરિયાદપક્ષ શંકા રહિત કેસ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા

મુખ્ય ગુનામાં આરોપી સાધક-સાધિકાની સંડોવણી હોવાનું સાબિત કરવામાં ફરિયાદપક્ષ ઠોસ પુરાવો રજુ ન કરી શક્યા

સાધિકા દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત કુલ ૧૦ આરોપી સાધક-સાધિકા વિરુધ્ધ કેસ કાર્યવાહીના અંતે પાંચ આરોપીઓને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મુક્યા છે.જેમાં મોનિકા અગ્રવાલ,મોહિત ભોજવાણી, પંકજ ઉર્ફે ચિન્ટુ દેવડા,અજયકુમાર તથા તેમના પત્ની નેહાબેન દિવાનનો સમાવેશ થાય છે.  

આરોપી સાધક મોહિત ભોજવાણીએ હિંસા ફેલાવવા વોટસ એપ મેસેજ ફરતા કર્યા હોવાનો ફરિયાદપક્ષનો કેસ હતો.જે માટે તેનો મોબાઈલ કબજે કરી ડેટા કબજે કરવામાં આવ્યો હતો.પરંતુ એફએસએલના અધિકારીની ઉલટતપાસની વિગતોનો હવાલો આપી બચાવપક્ષે જણાવ્યું હતું કે તે મેસેજ મોહિત ભોજવાણીના મોબાઈલમાંથી મળ્યાનું પુરવાર થયાનું ગણાવી શકાય નહીં.જ્યારે મોનિકા અગ્રવાલની ષડયંત્રમાં સામેલ હોવાના કે મુખ્ય ગુનામાં સામેલ હોવાનો પુરાવો રજુ કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ રહ્યા હતા.જ્યારે દિવાન દંપતિ અજય રાજકુમાર તથા નેહા દિવાને પોતાની કાર ભેટમાં આપી હોવાનો તથા મુખ્ય ગુનામાં સંડોવણી હોવાનું સાબિત કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ રહ્યા હતા.

મુખ્ય આરોપી નારાયણ સાઈના પ્રભાવથી સાધક હનુમાન સમર્પિત થયો હતો

કોર્ટે આરોપી સાધિકા ગંગા જમના સ્ત્રી આરોપી હોવા તથા બનાવ સમયે હનુમાનની ઉંમર તથા સંજોગોને લક્ષમાં લઈને મહત્તમ સજાને બદલે ઓછી સજા કરવા મત વ્યક્ત કર્યો છે

સાધિકા દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈને મદદગારી કરનાર સાધિકા બહેનો ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા તથા ભાવના ઉર્ફે જમનાની કૌટુંબિક પરિસ્થિતિ શારીરિક તકલીફોને ધ્યાને લઈ બચાવપક્ષે ઓછી સજા કરવા માંગ કરી હતી.પરંતુ કોર્ટે ઓછી સજા કરવા જેવો કેસ હોય તેવું માન્યું નથી.અલબત્ત અદાલતે બંને સ્ત્રી આરોપી હોવાથી કાયદામાં જણાવ્યા મુજબ કોર્ટે લઘુત્તમ સજા કરવાનો મત આપ્યો છે.જ્યારે સાધક કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન વર્ષ-૨૦૦૧માં ૨૧ વર્ષની વયે બિહારના અહિયારીથી નારાયણ સાંઈથી પ્રભાવિત થઈને સમર્પિત થયો હતો.તેને કોર્ટે મુખ્ય ગુનાના ષડયંત્રમાં સામેલ હોઈ દોષી ઠેરવ્યો છે.અલબત્ત મુખ્ય બનાવ સમયની ઉંમર તથા રેકર્ડ પરના અન્ય સંજોગોને ધ્યાને લઈ કોર્ટે મહત્તમ સજાને બદલે ઓછી સજા કરવાનો મત વ્યક્ત કરી ૧૦ વર્ષની કેદ તથા દંડની સજા કરી છે.

નારાયણ સામે સૃષ્ટિ વિરુધ્ધ કૃત્યનો ગુનો બનતો ન હોવાની બચાવપક્ષની દલીલ કોર્ટે માની નહિ

સાધિકા દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈ વિરુધ્ધ અકુદરતી મૈથુનના ગુનો ન બનતા હોવા અંગે બચાવપક્ષની દલીલને કોર્ટે માની નથી. જે અંગે કોર્ટે જણાવ્યું છે કે અગાઉ ચાર્જફ્રેમના તબક્કે પણ  પુરોગામી ન્યાયમૂર્તિએ પણ બચાવપક્ષની આરોપી સામે મુખમૈથુનનો સમાવેશ અકુદરતી મૈથુનમાં થતો ન હોવાની રજૂઆતને માની નથી. આરોપી નારાયણ સાંઈ સામે ઈપીકો-૩૭૭નું તહોમત ફરમાવીને ટ્રાયલ ચાલી ગયા બાદ દોષી ઠેરવવામાં આવ્યા છે. જેથી સજાના મુદ્દે બચાવપક્ષની આ રજૂઆતને કોર્ટે ગેરકાયદેસર ગણાવી ધ્યાને લીધી નથી.

ટ્રાન્સપોર્ટના ધંધાર્થી રમેશ મલ્હોત્રા નારાયણના ડ્રાઈવર તરીકે વાહન ચલાવ્યું હતુ

સાધિકા દુષ્કર્મ કેસમાં દોષી ઠરાવવામાં આવેલા રમેશ મલ્હોત્રા વિરુધ્ધ તહોમતનામામાં ઈપીકો-૨૧૨નું તહોમત રેકર્ડ પર નથી.રમેશ મલ્હોત્રાને ટ્રાન્સપોર્ટનો ધંધો હોઈ ભાગેડુ મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત કૌશલ ઠાકુર ઉર્ફ ેહનુમાનના વાહનને ચલાવતા હતા.ચારેય ભાગેડુ આરોપીઓએ રમેશ મલ્હોત્રાના વાહનનો ઉપયોગમાં લીધું હતુ.આરોપી રમેશ મલ્હોત્રા ચાર મહીના કાચા કામના કેદી તરીકે જેલમાં રહ્યો હતો.ત્યારબાદ તેની વિરુધ્ધ આ પ્રકારનો કોઈ ગુનો નોંધાયો હોય કે ગુનાઈત ઈતિહાસ હોવાનું રેકર્ડ પર આવ્યું નથી.જેથી કોર્ટે તેને છ માસની કેદની




from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZPIbI2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages