લોકસભાની પાંચમાં તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત: સાત રાજ્યોમાં 51 બેઠકો પર સોમવારે મતદાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

લોકસભાની પાંચમાં તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત: સાત રાજ્યોમાં 51 બેઠકો પર સોમવારે મતદાન


નવી દિલ્હી, તા. 4 મે, 2019, શનિવાર

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો અને આ સાથે જ પ્રચારના પડઘમ શાંત થઇ ગયા હતા. છટ્ટી મેના રોજ સાત રાજ્યોની ૫૧ બેઠકો પર મતદાન થશે જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૪, બિહારમાં પાંચ, જમ્મુ-કાશ્મીરમાં બે, મધ્ય પ્રદેશમાં સાત, રાજસ્થાનમાં ૧૨ અને પશ્ચિમ બંગાળમાં સાત બેઠકો પર ચૂંટણી થશે. આ વખતની ચૂંટણીમાં કેન્દ્રના મંત્રીઓ રાજનાથ સિંહ, જયંત સિંહા, સ્મૃતિ ઇરાની, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને  સોનિયા ગાંધીના ભાગ્યનો ફેંસલો થશે.

કેટલાક રાજ્યોમાં ફાની ચક્રવાતના કારણે પ્રચાર કાર્યમાં વિઘ્ન પડયો હતો. પશ્ચિમ બંગાળમાં ભાજપના બોનગાંઉના ઉમેદવાર શાંતનુ ઠાકુર માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. 

પોલીસના એક વાહને નિયંત્રણ ગુમાવતા ઠાકુરના વાહન સાથે અથડાતા દુર્ઘટના સર્જાઇ હતી. વાહનમાં એ વખતે ઠાકુર, તેમનો ડ્રાઇવર અને અન્ય બે જણા સવાર હતા. ઓડિશા રાજ્યમાં ફાની ચક્રવાતના કારણે રાજકીય પક્ષોએ તેમની રેલીઓ રદ કરી હતી અને પ્રચારમાં અવરોધ ઊભા થયા હતા.

બિહારમાં ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને અજય નિષાદ ચૂંટણી લડી રહ્યા છે, તો લોક જનશક્તિ પાર્ટીના વડા રામ વિલાસ પાસવાને તેમના નાના ભાઇ પશુપતિ કુમાર પારસને મેદાનમાં ઉતાર્યા હતા. મધ્ય પ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રમાં સાત લોકસભા બેઠકોના પ્રચારનો પણ અંત આવ્યો હતો. વડા પ્રધાન મોદીએ આજે ઉત્તર પ્રદેશમાં બસ્તી અને પ્રતાપગઢમાં સભાઓ સંબધી હતી. તેમણે સપા પર કોંગ્રેસ પ્રત્યે કુણુ વલણ દાખવતા હોવાનો આરોપ મૂક્યો હતો.

બિહારમાં મોદીએ તેમના સાથીદાર નિતિશ કુમારના જદયુના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો અને સભાને પણ સંબોધી હતી. ભાજપે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૧૪માંથી ૧૨માં સફળતા મેળવી હતી.જો કે આ વખતે તેને આ આંકડો ટકાવી રાખવા ખૂબ મહેનત કરવી પડશે, પરંતુ શક્ય જણાતું નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J0b9j8

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages