
મુંબઇ, તા. 4 મે, 2019, શનિવાર
એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેન(ઇપીએફઓ)નું રિલાયન્સ કેપિટલમાં ૨૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કેપિટલ હાલમાં નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે.
અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલમાં જણાવ્યું છે કે કંપનીનું કેશ અને બેંક બેલેન્સ ૧૮ માર્ચે, ૨૦૧૯ના રોજ ફક્ત ૧૧ કરોડ રૂપિયા હતું ગ્લોબલ બ્રોેકરેજ કંપની મોર્ગન સ્ટેન્લીના જણાવ્યા અનુસાર ઇપીએફઓ ઉપરાંત લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું પણ રિલાયન્સ કેપિટલ અને તેની પેટા કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં ૪૭૦૦ કરોડ રૂપિયાનું રોકાણ છે.
મોર્ગન સ્ટેન્લીએ પોતાના ૨૯ એપ્રિલના અહેવાલમાં જણાવ્યું છે કે યસ બેંકનું રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સમાં ૧૩૬૦ કરોડ રૂપિયા અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડમાીં ૯૯૦ કરોડ રૂપિયાનું રોકાણ છે.
આ ઉપરાંત યસ બેંકનું વધુ ૯૯૦ કરોડ રૂપિયાનું રોકાણ રિલાયન્સ કેપિટલમાં છે. નેશનલ બેક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ(નાબાર્ડ)નું રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડમાં ૨૮૦૦ કરોડ રૂપિયા અને ૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડમાં રોકાણ છે. રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સનું કુલ દેવું સપ્ટેમ્પબર, ૨૦૧૮માં ૫૨,૪૫૯ કરોડ રૂપિયા હતું.
સરકાર લોકોની પરસેવાની કમાણી જોખમમાં મુકી રહી છે: અહેમદ પટેલ
પ્રજાની મહેનતની કમાણી સ્ટોક માર્કેટમાં રોકવા સામે ચેતવણી આપતા અહેમદ પટેલે જણાવ્યું છે કે મેં સંસદમાં પણ સરકારને આ અંગેની ચેતવણી આપી હતી. જો કે સરકાર લોકોની બચત જોખમમાં મૂકી એવા રોકાણ કરી છે જેની સામે અનેક પ્રશ્રો ઉભા થાય છે?
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JooQrV
No comments:
Post a Comment