નેટ-સર્વર ડાઉન થઇ જવાથી આરટીઓની કામગીરી ઠપ્પ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

નેટ-સર્વર ડાઉન થઇ જવાથી આરટીઓની કામગીરી ઠપ્પ


ગાંધીનગર, તા.3 મે 2019, શુક્રવાર

રાજ્યની મોડેલ ગાંધીનગર આરટીઓને પેપરલેશ કરવાના કારણે તમામ કામગીરી કોમ્પ્યુટરાઇઝ્ડ જ થઇ ગઇ છે ત્યારે છેલ્લા બે દિવસથી ગાંધીનગર આરટીઓમાં નેટ અને સર્વરની ખામી સર્જાવાને કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને આવેલા અરજદારોને અહીં નેટના અભાવે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતા પણ ધક્કા ખાવાના વારા આવ્યા છે. 

ઉનાળાની આકરી ગરમી વચ્ચે આરટીઓમાં સર્વર ડાઉન થવાની તેમજ તેમાં તકનીકી ખામી સર્જાવાની સમસ્યા વારંવાર ઉભી થાય છે. જેના કારણે સ્ટાફ અને અરજદારો હેરાન થઇ રહ્યાં છે. ગાંધીનગર આરટીઓમાં છેલ્લા બે દિવસથી ઇન્ટરનેટ અને સર્વરમાં ખામી સર્જાવાના કારણે મોટાભાગની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. 


નવા વાહનોના નંબર પાડવાથી લઇને રજીસ્ટ્રેશન, લાયસન્સ સહિતની તમામ કામગીરીઓ અટકી પડી છે. આવી સ્થિતિમાં લાયસન્સ કે અન્ય કામગીરી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને આવતાં અરજદારોના કામ થયા નથી. કલાકો સુધી ગરમીમાં ઉભા રહ્યા છતાં કામગીરી  ચાલુ ન થતાં આખરે આ અરજદારોને ધરમનો ધક્કો પડયો છે.

તો બીજી બાજુ છેલ્લા ઘણા વખતથી વહિવટના અભાવે આરટીઓમાં સેંકડો વાહનોના નંબર પાડવાના પેન્ડીંગ છે. રજાઓમાં કામગીરી કરવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા તેમ છતાં નંબરોની કામગીરી કરવામાં આવી નથી. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DOJrlh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages