
રાજકોટ,તા. 3 મે 2019, શુક્રવાર
ગત એપ્રિલ માસમાં રાજકોટમાં સવા સદીનું રેકોર્ડબ્રેક તાપમાન ઈ.૨૦૧૭માં ૪૪.૮ સે.નોંધાયું છે અને ચાલુ વર્ષમાં પણ પારો ૪૪.૭ સે. સુધી પહોંચ્યો હતો અને લોકોએ અસહ્ય તાપ સહન કર્યો હતો. પરંતુ, હજુ આનાથી વધારે તાપમાન ચાલુ મે માસમાં રહેતું હોય છે. રાજકોટમાં સવાસો ઉનાળામાં સૌથી વધુ તાપમાન નોંધાયાનો ર ેકોર્ડ તા.૧૩-૫-૧૯૭૭નો છે જે દિવસે ૪૭.૯ ડિગ્રી સે.નોંધાયું હતું.
આજે રાજકોટ ૪૧,. જુનાગઢ ૩૮ સે. સાથે તાપમાન સાધારણ રહ્યું હતું. આગામી ચાર દિવસ માટે હીટવેવની કોઈ આગાહી જારી કરાઈ નથી, ઉલ્લેખનીય છે કે મે માસનું સરેરાશ તાપમાન ૪૦.૫ સે.હોય છે જે એપ્રિલ કરતા ૧.૫ સે.વધારે હોય છે. આમ, ધોમધખતો તાપ તો હજુ પડવાનો બાકી છે. રાજકોટમાં ગત દાયકાંમાં સૌથી વધુ તાપમાન ઈ.સ.૨૦૧૬માં ૪૬ સે. નોંધાયું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છના લોકોએ હજુ બે માસ સુધી પાણીની તંગી સહન કરવી પડશે. હવામાન ખાતાના રેકોર્ડ મૂજબ મે માસમાં વરસાદની શક્યતા નહીવત્ છે, ગત ૧૦ વર્ષમાંથી માત્ર ૩ વર્ષમાં જ એકાદ ઈંચ કે તેથી ઓછો વરસાદ પડયો હતો. જ્યારે જૂનમાં પણ જળાશયો ભરાય જાય એટલો વરસાદ આવતો નથી. રાજકોટમાં મે માસમાં ૫ ઈંચ વરસાદ આજથી ૧૦૨ વર્ષ પહેલા ૧૯૧૭માં વરસ્યો હતો.
રાજ્યમાં આજે એકંદરે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમનો પવન ફૂંકાતો હતો જેના પગલે ભેજનું પ્રમાણ આંશિક વધતા ગરમીમાં રાહત મળી છે. પરંતુ, ઉનાળાની સૌથી વધુ ગરમી હજુ બાકી છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WhRePT
No comments:
Post a Comment