અહો આશ્ચર્યમ્ ! ધાનેરામાં 400 એકમો પૈકી માત્ર 4 પાસે જ સેફ્ટીના સાધનો ઉપલબ્ધ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

અહો આશ્ચર્યમ્ ! ધાનેરામાં 400 એકમો પૈકી માત્ર 4 પાસે જ સેફ્ટીના સાધનો ઉપલબ્ધ

ધાનેરા, તા. 26 મે 2019, રવિવાર

ગુજરાતના સ્માર્ટ સિટી તરીકેની નામના ધરાવતા સુરત શહેરમાં બનેલી આગ હોનારતમાં માસુમ બાળકોનું હાસ્ય સદા માટે ગુમ થઈ ગયું છે. અત્યાર સુધી ૨૨ બેકસુરના મોતથી આખું ભારત આ દુર્ઘટનાથી આઘાતમાં છે. જ્યારે બીજી તરફ ગુજરાત રાજ્યની રકાર પણ એક  હરકતમાં આવી છે. હાલ ગુજરાત જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા ટયુશન ક્લાસ બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડયું છે.

આ તરફ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડતા સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે. જિલ્લાના ધાનેરા શહેરની વાત કરવામાં આવે તો અહીં ૫ હજારથી પણ વધારે માલિકીની તેમજ સરકારી મિલકતો આવેલી છે. જેમાં હોસ્પિટલ, કોમ્પ્લેક્ષ, શાળા સંકુલ, સરકારી કચેરી, ટયુશન ક્લાસી, હોસ્ટેલ, પેટ્રોલપમ્પ સહિતની મિલકતો ગણવામાં આવે તો આ આંકડો ૫ હજારથી પણ વધારે થાય છે. જોકે ફાયર અધિનિયમ પ્રમાણે નગરપાલિકા તરફથી એન.ઓ.સી.નું સર્ટી લેવાનું હોય તો ૫ હજારમાંથી માત્ર ૫  મિલકત માલિકોએ  એનઓસીનું સર્ટી લીધું હોય આવું નગરપાલિકાના સર્વે દરમિયાન બહાર આવ્યું છે.

એટલે કહી શકાય કે કોઈ પણ કાયદો માત્ર કાયદા પૂરતો બની રહે છે પણ અમલ થાય છે કે નહીં એ આવી દુર્ઘટના પછી ખબર પડે છે. આજે ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ પણ જિલ્લા કલેક્ટરના આદેશ પ્રમાણે ધાનેરા વિસ્તારમાં ચાલતા ફાયર શેફ્ટી વગરના ટયુશન ક્લાસોને સીલ મારી  સપાટો બોલાવ્યો છે. ધાનેરા શહેરમાં પણ મોટાભાગે કોમ્પ્લેક્ષના ત્રીજા કે ચોથા માળે ચાલતા ટયુશન ક્લાસો પર આજે નગરપાલિકાના કર્મચારીઓએ નોટીસ લગાવી ક્લાસ સીલ કર્યા છે. જોકે સુરત ખાતેની આગ હોનારત બાદ તમામ ટયુશન ક્લાસ બંધ હોવાના બોર્ડ મારી હાલ પુરતા ફરાર થઈ ગયા છે.

આ તરફ ધાનેરા નગરપાલિકા દ્વારા પણ ૭ વોર્ડના સર્વે માટ ે૭ ટીમો બનાવી સર્વે હાથ ધરાયું છે. સર્વે કરતા નગરપાલિકા પાણી પુરવઠા વિભાગના કર્મચારી રામભાઈએ જણાવ્યું હતું કે માત્ર ૨ દિવસના સર્વે દરિમયાન ૪૦૦ મિલકતોમાંથી ૪ મિલકતોમાં ફાયર શેફ્ટી મલી આવી છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JGCQhl

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages