રાધનપુરમાં વહિવટી તંત્રે આળસ ખંખેરી, 14 એકમોને નોટિસ ફટકારી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

રાધનપુરમાં વહિવટી તંત્રે આળસ ખંખેરી, 14 એકમોને નોટિસ ફટકારી

રાધનપુર, મહેસાણા, તા. 26 મે 2019, રવિવાર

સુરતમાં ટયુશન ક્લાસીસમાં બનેલ આગની ઘટના બાદ પાટણ જિલ્લાના સરકારી તંત્રએ આળસ ખંખેરી જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા દ્વારા ૨૬ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલો, સ્કૂલો તેમજ ટયુશન ક્લાસીસોની તપાસ કરવામાં આવતા નગરમાં ચાલતા નવ ટયુશન ક્લાસીસમાંથી એક પણ જગ્યાએ ફાયર સેફ્ટી જોવા ન મળી. જ્યારે સાત ખાનગી હોસ્પિટલોની તપાસમાં ચાર હોસ્પિટલોમાં કોઈપણ જાતની ફાયર સેફ્ટી તપાસ કરતા અધિકારીને જોવા મળી ન હતી.

દસ શૈક્ષણિક સંસ્થાઓની તપાસમાં એક બક્ષીપંચ છાત્રાલયમાં પણ ફાયર સેફ્ટી રાખવામાં આવેલી ના હોવાનું તપાસમાં જણાયું હતું. આમ નગરમાં ૨૬ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૪ જગ્યાએ ફાયર સેફ્ટીની કોઈ જ વ્યવસ્થા રાખવામાં ન આવેલ તમામને નોટીસ ફટકારી હતી. જ્યારે રાધનપુર નગરમાં બનેલા શોપિંગ ેસન્ટરો જેવા કે ક્રિષ્ના કોમ્પ્લેક્ષ, મારુતિ પ્લાઝા અને તાજેતરમાં આકાર પામેલું ઈસ્કોન શોપિંગ સેન્ટરમાં પણ ફાયર સેફ્ટી રાખવામાં આવેલ નથી. નગરપાલિકામાં શોપિંગ ેસન્ટર બનાવવાની મંજૂરી આપતા વખતે ફાયર સેફ્ટી રાખવાની શરતે નગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવે છે પરંતુ બિલ્ડરો દ્વારા એક પણ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટી રાખવામાં ના આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો નગરપાલિકાની તપાસમાં થયો હતો.

જ્યારે એસટી. સ્ટેશન સામે રાધનપુર નગરપાલિકાના વિવેકાનંદ શોપિંગ ેસન્ટરમાં પણ ફાયર સેફ્ટી રાખવામાં આવી નથી. જે બાબતે નગરપાલિકામાં તપાસ કરવામાં આવતા ચારેક દિવસમાં વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. રાધનપુર નગરપાલિકા પાસે રાજ્ય સરકાર દ્વારા  ત્રણ અગ્નિશામક વાહનો આપવામાં આવેલા છે. આ ત્રણ વાહનોમાં વોટર બ્રાઉઝર છેલ્લા એકાદ વર્ષથી બગડેલું છે. આજે નગરમાં કે આજુબાજુમાં આગની મોટી ઘટના બને તો નગરપાલિકા પાસે આગ હોલવવા માટે મોટું વાહન ખરાબ હોવાને મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા જણાઈ રહી છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ૬૦ લાખના ખર્ચે ૨૦૧૬માં બનાવેલું ફાયર સ્ટેશન હજુ ઉદઘાટનની રાહ જોઈ રહ્યું છે. સુરતની ઘટના બાદ જાગેલું તત્ર માટે નોટિસો આપીને કામગીરી માત્ર નોટીસો આપીને કામગીરી આટોપી ના લે નહીં તો ફરી મોટી દુર્ઘટના સર્જાશે તેવું રાધનપુર નગરના લોકોએ જણાવ્યું હતું.

રાધનપુર નગરપાલિકા દ્વારા ત્રણેક વર્ષ પહેલા બનાવવામાં આવેલા ફાયર  સ્ટેશન  ઉપયોગ વગર છે. જ્યારે નગરપાલિકાનું અગ્નિશામક વાહન આજે સરકારી વિશ્રામ ગૃહમાં રાખવામાં આવતુ ંહોવાનું પાલિકાના ઈજનેરે જણાવ્યું હતું.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K8a4WC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages