ભાજપને 36 ટકા મતદારોના મતો મળ્યા અને બધી બેઠકોમાં પ્રચંડ જીત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

ભાજપને 36 ટકા મતદારોના મતો મળ્યા અને બધી બેઠકોમાં પ્રચંડ જીત



રાજકોટ,તા. 24 મે 2019, શુક્રવાર

ચૂંટણી હોય કે પરીક્ષા હોય કે રમત સ્પર્ધા, છેલ્લે તો કોણ જીત્યું તે જ મહત્વનું હોય છે પણ હાર-જીત, પ્રચંડ જીત કે કારમી હાર પણ છેલ્લે તો સામાન્ય આંકડાકીય તફાવતની રમત હોય છે. મોદીની સુનામી, વાવાઝોડાના સહારે સૌરાષ્ટ્રની આઠેય બેઠકો પરજુનાગઢમાં ૧.૫૦ લાખથી માંડી રાજકોટમાં મહત્તમ ૩.૬૮ લાખની લીડથી ભાજપનો વિજય થયો છે તેમાં ભાજપને આ ગૌરવપૂર્ણ વિજય અપાવ્યો તે મત સૌરાષ્ટ્રના કૂલ મતોના ૩૬ ટકા છે. અર્થાત્ સરેરાશ દર ૧૦૦ મતદારોએ ભાજપને મત આપ્યો  અને ભાજપને તમામ બેઠકો પર વિજય અને તે પણ જંગી લીડથી મળ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છની કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર એ આઠ સંસદીય બેઠકો પર કૂલ આશરે ૧૩૮.૨૫ લાખ મતદારો નોંધાયેલા છે. ગત ચૂંટણીમાં રાજકોટમાં સૌથી વધુ ૬૩.૧૪ ટકા અને અમરેલીમાં સૌથી ઓછુ ૫૫.૭૫ ટકા મતદાન અને આઠ બેઠકોનું સરેરાશ ૫૮.૯૪ ટકા મતદાન થયું હતું. અર્થાત્ ૧૩૮ લાખમાંથી ૮૧.૪૮ લાખ લોકોએ મતદાન કર્યું હતું. તેમાંથી ૪૯.૨૧ લાખ લોકોએ ભાજપને અને ૨૮.૨૨ લાખ લોકોએ કોંગ્રેસને અને બાકીના આશરે ૪ લાખ લોકોએ અપક્ષો,અન્યપક્ષો તેમજ નોટાને મત આપ્યા હતા. 

હવે જ્યારે ચૂંટણી પ્રચાર થાય છે ત્યારે તમામ ૧૩૮ લાખ લોકોને સંબોધીને થતો હોવાનું દેખાડાય છે પરંતુ, મત મેળવવા ચબરાક નેતાઓ અમુક વોટબેન્ક કે ખાત્રીપૂર્વક જ્યાંથી પોતાના તરફી મત મળી શકે તેવા લોકેશન, મતદારો પર ફોકસ કરતા હોય છે અને તે મૂજબ ચૂંટણી નેટવર્ક ગોઠવાતું હોય છે.

આમ, ભાજપને કૂલ મતદારોના માત્ર ૩૫.૫૯ ટકા અને થયેલા મતદાનના ૬૦ ટકા મતો મળતા તે તમામ બેઠકો પર જંગી બહુમતિથી જીતેલ છે. પરંતુ,કોંગ્રેસને કૂલ મતદારોના ૨૦.૪૧ ટકા તો થયેલા મતદાનના ૩૫ ટકા મતો મળ્યા છે અને એક પણ બેઠક મળી નથી કે ક્યાંય કસોકસની જંગ પણ રહ્યો નથી. 

એકંદરે ભાજપને કોંગ્રેસ કરતા કૂલ મતોના ૧૫ ટકા વધુ મતો મળ્યા છે,  જો ૮ ટકા મતો કોંગ્રેસ બાજુ ઢળી જાય તો આખુ ચિત્ર બદલાઈ જાય. અને બદલાતા ચિત્રનો અનુભવ દોઢ વર્ષ પહેલાની ધારાસભા ચૂંટણી કે જ્યારે સ ૌરાષ્ટ્ર કચ્છની ૫૪ બેઠકોમાં કોંગ્રેસને ૩૦ અને ભાજપને ૨૩ બેઠકો મળી હતી. અર્થાત્ સંસદીય ક્ષેત્ર મૂજબ ભાજપને ૩, કોંગ્રેસને ૫ બેઠકો પર બહુમતિ મળી હતી જે ચિત્ર સાવ બદલાઈ ગયું છે. 

આમ,  બહુમતિથી  સત્તા પર આવનાર પક્ષ બહુમતિથી જ સત્તા પર આવે છે અને સર્વમતિ માટે નિર્ણયો લે છે, એટલે કે ૩૦-૩૫ ટકા લોકોના મતથી ૧૦૦ ટકા મતદારો પર રાજ કરે છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HzR29Q

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages