રાષ્ટ્રવાદના મુદ્દા નીચે અન્ય મુદ્દાઓ ઢંકાઈ ગયા અને મોદી છવાઈ ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

રાષ્ટ્રવાદના મુદ્દા નીચે અન્ય મુદ્દાઓ ઢંકાઈ ગયા અને મોદી છવાઈ ગયા



રાજકોટ,તા. 24 મે 2019, શુક્રવાર

સૌરાષ્ટ્રની આઠ બેઠકોમાં જુનાગઢ,અમરેલી,સુરેન્દ્રનગર જેવી બેઠકો પર કોંગ્રેસ વિજયની આશા રાખીને બેઠી હતી ત્યાં પણ કારમો પરાજ્ય મળ્યો અને ભાજપનો વિજયી રથ કોંગ્રેસના ગઢમાં પણ ફરી વળ્યો તે અંગે હવે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ આત્મમંથન શરુ કર્યું છે. એકંદરે રાષ્ટ્રવાદના મુદ્દાનો ભાજપે જોરશોરથી કરેલો પ્રચાર ભાજપના કમિટેડ નેટવર્કથી  લોકોના ગળે ઉતરી ગયો અને કોંગ્રેસ બીનઅસરકારક રીતે અસરકારક મુદ્દા ઉઠાવતી રહી તે આ પરિણામ માટે કારણભૂત મનાય છે. 

મતગણત્રી પૂર્વે જ ભાજપને ૩૨૫થી વધુ બેઠકો ,ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો મળશે તેમ કહેતા રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા ડો.જયમન ઉપાધ્યાયએ જણાવ્યું કે દેશભરમાં જે સંપર્કો થતા તેમાં લોકોએ મન બનાવી લીધું હતું પણ કોંગ્રેસ આ જુવાળ પારખી શકી ન્હોતી. ભારતની છાપ એક સમયે ગરીબ,પછાત, ગંદા દેશ તરીકે વિદેશમાં હતી તે સુધારવા મોદી સરકારના સફળ પ્રયાસો, ચૂંટણી પ્રચારમાં મોદી પરના વાહિયાત આક્ષેપોથી કોંગ્રેસના નેતાઓએ જ કોંગ્રેસ વિરુધ્ધ પ્રચાર કરવા ભાજપને મુદ્દાઓ આપી દીધા હતા.

આ જીતનું મુખ્ય કારણ એક એ છે કે બાલાકોટ હુમલા, ભારતની અવકાશની સિધ્ધિઓ વગેરેથી દેશના લોકોને માત્ર મોદી જ દેશમાં શક્તિશાળીઅને સ્થિર સરકાર આપી શકે અને વિપક્ષ પાસે  મોદીની નજીક આવી શકે તેવો કોઈ નેતા નથી એ મુદ્દો અસર કરી ગયો છે. 

તો કોંગ્રેસના ધોવાણ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.હેમાંગ વસાવડાએ કહ્યું કોંગ્રેસ માટે સૌરાષ્ટ્રમાં આટલુ ખરાબ વાતાવરણ જરાય ન્હોતું જે મૂજબ પરિણામો આવ્યા છે, લોકોમાં મોદી સરકાર સામે રોષ પણ દેખાતો હતો. બેરોજગારી, પાકવિમો, મોંઘુ શિક્ષણ, ખેડૂતોના પ્રશ્નો, નોટબંધી જેવા મુદ્દા ત્યારે હતા અને આજે પણ છે પરંતુ, પુલવામા હુમલા પછી બાલાકોટ એરસ્ટ્રાઈકના મુદ્દે જે પ્રચાર જંગ છેડાયો તેમાં બીજા મુદ્દા ઢંકાઈ  ગયા હોય તેમ લાગે છે.

કારણ કે હજુ દોઢ વર્ષ પહેલા ધારાસભા ચૂંટણીમાં આ જ સૌરાષ્ટ્ર-કચ્છમાં અમને ભાજપ કરતા ઘણી વધુ બેઠકો લોકોએ આપી હતી. જો કે ચૂંટણી માત્ર મુદ્દ ાપર જીતાતી હોતી નથી, બૂથ નેટવર્ક, મજબૂત નેતાગીરી વગેરે પણ જરૂરી હોય છે. ક્યાંક કચાશ રહી છે પણ અમે વધુ મજબૂત બનીને બહાર આવીશું. 

ભાજપના ઉમેદવાર મોહન કુડારીયા સહિતના નેતાઓ આ પ્રચંડ વિજયનો જશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરીશ્માને અને કાર્યકરોની મહેનતને આપે છે. તો કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે મોદીની લહેર ચાલી તેથી અમે હાર્યા છીએ, અન્યથા બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર વધ્યા, અચ્છે દિન આવ્યા નહીં તે હકીકત છતાં લોકોએ ભાજપને બહુમતિ આપી તેનું આશ્ચર્ય છે. પરંતુ,ભાજપના નેતાઓને પોતાના જંગી બહુમતિથી વિજય અને કોંગ્રેસના ધોવાણથી આશ્ચર્ય નથી, ભાજપના નેતાઓ કહે છે કોંગ્રેસે પહેલેથી હાર સ્વીકારી લીધી હતી, કોઈ મજબૂત ઉમેદવાર કે નેતાગીરી ન્હોતી, લોકો સાથે સંપર્ક ન્હોતો. 

બીજી તરફ બન્ને પક્ષના નેતાઓનો સંપર્ક સાધતા હવે ભાજપની નજર નજીકના ભવિષ્યમાં રાજકોટ જિલ્લા પંચાયત સહિત અન્ય સ્થળે પક્ષપલ્ટો કરાવવાનો દોર હજુ ચાલુ રાખીને સત્તા મેળવવા પર છે તો દોઢ વર્ષ પછી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી પર છે તો કોંગ્રેસ હજુ આંતરિક મનોમંથન કરી રહી છે અને ફરી એક વાર સંગઠનમાં ફેરફારની ગતિવિધિઓ શરુ થઈ રહી છે, કોંગ્રેસના કાર્યકરોએ શહેર-જિલ્લાથી માંડી ઉપર સુધી મજબૂત અને કાર્યકરોને સાથે લઈને ચાલે તેવી નેતાગીરીની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. 



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YNHcqI

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages