
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.24 મે 2019, શુક્રવાર
જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી બાદ જબરદસ્ત સફળતા મેળવનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી- ૨૦૧૯માં ભઆરતીય જનતા પાર્ટીને ૨૦૧૪ની સરખામણીમાં ૨૮૨થી વધુ ૩૦૩ બેઠકો મેળવી અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એમડીએ)ને ૫૪૩માંથી ૫૩૫ બેઠકો મેળવી. એનડીએમાં ભાજપ પછી વધુ બેઠકો મેળવનાર શિવસેના આ પાર્ટીએ ૧૮ બેઠકો જીતી છે.
૧૮ ફેબુ્રઆરી ૨૦૧૯ના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ભાજપ શિવસેનાની યુતિ પાકી થઇ. ગઇ કાલે ચૂંટણીના પરિણામો આવતા મહાયુતિને સફળતા મેળવનાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બે પ્રધાનો ગિરીશ મહાજન, વિનોદ તાવડે, કેન્દ્રના પ્રધાન રામદાસ આઠવલે, માતોશ્રીના બારણે પહોંચ્યા અને ઉદ્ધવ ઠાકરેનું અભિનંદન કરતા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવને પોતાનો મોટાભાઇ તેમજ ઉદ્ધવને નરેન્દ્ર મોદીનો નાનો ભાઇ ગણાવ્યા.
ભાજપ શિવસેના મધુર સંબંધો અને ચૂંટણીમાં મળેલી સફળતા તેમજ વિધાનસભા ચૂંટણીમાં લાગતો સાથ આ બધા વાતાવરણમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના બીજીવારના સરકારમાં શિવસેનાને બે કેબિનેટ તેમજ એક રાજ્ય કક્ષાના પ્રધાનપદની અપેક્ષા હોવાનું જાણવા મળે છે. લોકસભામાં એનડીએની સૌથી મોટી બીજા નંબરની પાર્ટી શિવસેનાને ૨૦૧૪માં કેન્દ્રમાં એક કેબિનેટ પ્રધાન પદ ફાળવવામાં આવ્યું હતું.
શિવસેના સચિવ અનિલ દેસાઇ સોગંઢ લેવા માટે નવી દિલ્હી ગયા ખરા પણ ઉદ્ધવ ઠાકરેએ તેમને દિલ્હી એરપોર્ટ ઉપરથી જ બોલાવી લીધા હતા. સુરેશ પ્રભુને શિવસેનાના ક્વોટામાંથી પ્રધાન બનાવવાની નરેન્દ્ર મોદીની ઓફર એ સમયે ઉદ્ધવે ઠુકરાવતા મોદીએ પ્રભુને ભાજપમાં લઇને પ્રધાનમંડળમાં સમાવી લીધા. પણ હવે ભાજપ શિવસેનાના સંબંધો સારા થતા ૨+૧ એવા પ્રધાનપદ શિવસેનાને કેન્દ્રમાં મળવાની અપેક્ષા છે.
આ ૬ણ પ્રધાનપદ માટે અરવિંદ સાવંત, વિનાયક રાઉત અને ભાવના ગવળીના નામો ચર્ચામાં છે. અલબત્ત, આનંદરાવ અડસળ, ચંદ્રકાંત ખૈરે અને શિવાજીરાવ અઢળરાવ પાટિલ પ્રધાન પદ માટે દાવેદાર હતા પણ તેઓ હારી ગયા આખરે ઉદ્ધવ ઠાકરે શું નિર્ણય લે છે એના ઉપર આધાર છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K4Mgm7
No comments:
Post a Comment