મુંબઈમાં ગત પાંચ મહિનામાં સ્વાઈન ફ્લુ ધરાવતાં 200 દર્દીઓ નોંધાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

મુંબઈમાં ગત પાંચ મહિનામાં સ્વાઈન ફ્લુ ધરાવતાં 200 દર્દીઓ નોંધાયા


મુંબઈ, તા. 25 મે 2019, શનિવાર

મુંબઈ શહેરમાં ગત પાંચ મહિનાની અંદર સ્વાઈન ફ્લુના ૨૦૦ કેસ નોંધાયા છે. જે ૨૦૧૬ બાદનો સૌથી ઉચ્ચ આંકડો દર્શાવે છે. જોકે આ રોગને કારણે માર્ચ મહિનામાં બે મૃત્યુ થયાનું નોંધાયું છે. ૨૦૧૮માં જાન્યુઆરીથી મે દરમ્યાન એકપણ કિસ્સા નોંધાયા નહોતાં. જ્યારે ૨૦૧૭માં ૭૦ તો ૨૦૧૬માં બે પ્રકરણ નોંધાયા હતાં.

જોકે ડોક્ટરોનું કહેવું છે કે આ સંખ્યા અત્યારે અંડર કંટ્રોલ છે. મુંબઈમાં માર્ચમાં ૮૫ કિસ્સા નોંધાયા હતાં તે ઘટીને એપ્રિલમાં ૪૭ તો મે મહિનામાં ૨૯ સુધી પહોંચ્યા છે. ફેબુ્રઆરીમાં ૩૯ સ્વાઈન ફ્લુના દર્દી જોવા મળ્યા હતાં. સતત ગરમી અને અત્યારના ભેજવાળા વાતાવરણને કારણે ફેલાતાં વિવિધ વાઈરસને લીધે આ રોગ ફેલાતો જોવા મળે છે. પરંતુ દર્દીઓની ઘટતી સંખ્યા એ એક હકારાત્મક પગલું ગણાવી શકાય તેમ છે. મુંબઈમાં આ વાઈરસ ચોમાસા બાદ તેમજ શિયાળામાં વધુ ફેલાવાનું સામાન્યપણે જોવા મળે છે.

આ વર્ષે સ્વાઈન ફ્લુ માટે ૧.૨૫ લાખ રસીઓ મૂકાઈ છે. જેની સંખ્યા ગત વર્ષે ૧.૫૫ લાખ જેટલી હતી. આ રોગ થવાના પ્રાથમિક લક્ષણોમાં તાવ, સુસ્તી, માથાનો દુઃખાવો, કફ, ગળામાં સોજો તેમજ નાક ગળવું જેવી અસરો સમાવિષ્ટ છે.   



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W3Z1oy

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages