
- ૧૧મી એપ્રિલે રીલિઝ થનારી ફિલ્મ આચાર સંહિતાને પગલે ચૂંટણી પંચે અટકાવી દીધી હતી
- લોકોમાં ચિત્રપટના પ્રદર્શન બાબતે બહોળો ઉત્સાહ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 3 મે 2019, શનિવાર
વડાપ્રધાન મોદીના જીવનચરિત્ર પર બની રહેલ ચિત્રપટ 'પીએમ નરેન્દ્ર મોદી' અનેક વિરોધો બાદ આખરે લોકસભાની ચૂંટણીના પરિણામના બીજે દિવસે અર્થાત્ ૨૪મી મેએ દેશભરમાં પ્રદર્શિત થશે.
આ ચિત્રપટ પૂર્વે ૧૧મી એપ્રિલના પ્રદર્શિત થવાનું હતું, પરંતુ ઈલેક્શન કમિશનના પ્રતિબંધ બાદ તે પાછળ ધકેલાઈ હતી. ચૂંટણી પંચે એવી કોઈપણ ફિલ્મ કે જે કોઈ રાજકીય કે વ્યક્તિગત હેતુને ધ્યાનમાં રાખી પ્રદર્શિત કરાતી હોય તે ઈલેક્ટ્રોનિક મીડિયા પર પ્રસારિત થવી જોઈએ નહીં, એવું કહી આ ચિત્રપટની રીલિઝ અટકાવી દીધી હતી. જોકે ઈલેક્શન કમિશને એ નિર્ણય ફિલ્મ રિલિઝ થવાના માત્ર એક દિવસ પહેલાંજ આપ્યો હતો.
આ સંદર્ભે ચિત્રપટના નિર્માતા સંદીપ સિંહનું કહેવું છે કે, દેશના જવાબદાર નાગરિક તરીકે અમે દેશના કાયદાને માન આપીએ છીએ. અનેક મંત્રણાઓ અને લોકોની આ ચિત્રપટ બાબતેની ઉત્સુકતાને ધ્યાનમાં રાખી આ ચિત્રપટ લોકસભાની ચૂંટણીના તુરંત બાદ જ પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો છે. અમને આશા છે કે હવે કોઈને આ ચિત્રપટ સંદર્ભે વાંધો નહીં આવે અને થિયેટરોમાં સરળતાભેર ચાલશે તેમજ લોકોને આ ફિલ્મ પસંદ પડશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DOS7Z0
No comments:
Post a Comment