23મી આડે સાત દિવસઃ ચોમેર ધક્...ધક્ સિન્ડ્રોમની અસર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

23મી આડે સાત દિવસઃ ચોમેર ધક્...ધક્ સિન્ડ્રોમની અસર



આગામી સરકાર કોણ રચશે એ પ્રશ્ને ચોમેર ધક્...ધક્નો માહોલ ઉભો થયો છે. શેર બજારથી માંડીને નાના બજારોમાં પણ એક પ્રકારની ભેદી શાંતિનો માહોલ જોવા મળે છે. જેમણે મતદાન કર્યું છે એવા તમામ લોકો ટેન્શનમાં એટલા માટે છે કે છેલ્લા ત્રણ મહિનાથી ફૂંંકાયેલા રાજકીય ચક્રવાતે કોને કટેલું નુકશાન કર્યું છે તે જોવા ૨૩મી સુધી રાહ જોવી પડશે. સમસ્યા એ છે કે દરેક રાજકીય નિષ્ણાત બની ગયા છે તોે કેટલાક દેરેક રાજ્યની કુલ બેઠકોની યાદી સાથે લઇને ફરે છે અને ગમે ત્યાં ચોપાટ ઉભી કરી દેે છે.

રાજકારણમાં રસ નહીં દાખવનારા પણ આ વખત ધક્...ધક્ સિન્ડ્રોમના ભોગ બની રહ્યા છે. અનિશ્ચિત માહોલ હોય ત્યારે જ્યોતિષો અને તાંત્રિકોની ડીમાન્ડ ઉભી થાય છે. આખો જંગ મોદી વિરુધ્ધ ગાંધી પરિવારનો બની ગયો છે. મોદી સરકારે પોતાના પાંચ વર્ષના શાસન દરમ્યાન કરેલી ભૂલોને ઢાંકી દેવામાં સફળતા મેળવી છે તો કોંગ્રેસ તેના શાસનમાં કરેલી ભૂલો સપાટી પર ના આવે તે જોવામાં સફળ સાબિત થઇ છે. 

ભારતની પ્રજા ઉલ્લુ નંબર-વન બનવા જઇ રહી છે. ૨૩ મી બહુ દુર નથી પરંતુ ભારતની પ્રજાએ આ ચૂંટણીઓ પરથી એ શીખવાનું છે કે ક્યારેય હાર માનવી નહીં. છેલ્લા તબક્કા સુધી આ રાજકારણીઓએ આક્ષેપબાજીનો મારો ચલાવે રાખ્યો હતો. કેટલાક ઉમેદવારોને મતદાનનો ટ્રેન્ડ જોઇને ખબર પડી જાય છે કે પોતાનામાં કેટલો દમ છે. 

છતાં તે પોતાની જીતનો દાવો ઉભો રાખતા હોય છે. આખો દેશ પરિણામોની રાહ જોઇ રહ્યો છે કેમકે આક્ષેપબાજીના મારાઓેએ કડવાશ ઉભી કરી છે.  

આ સાતેય દિવસ દરેક પક્ષ અને તેના સમર્થકો માટે ટેન્શનવાળા પુરવાર થશે. દરેકે તેમાં પોતાના વિચાર, પૈસા અને ભવિષ્યના પ્લાનીંગને દાવ પર લગાવ્યા છે. ચૂંટણીઓમાં બધું નસીબ પર છોડી શકાય નહીં. ઉમદવારે અને તેના પક્ષે કામ બતાવવું પડતું હોય છે. 

લોકોની એક ફરીયાદ ઠેર-ઠેર જોવા મળતી હતી કે તેમના સાંસદ ચૂંટાયા પછી ક્યારેય મતવિસ્તારમાં ફરક્યા નથી. કે તેમણે કોઇ કામ નથી કર્યા. 

ભારતની પ્રજા વધુ સ્માર્ટ બની છે. બે પાંચ વર્ષમાં સાંસદોની આવક કરોડોમાં પ્રસરે છે ત્યારે દરેક એ માનતા થઇ ગયા છે કે રાજકારણ એ તગડો બિઝનેસ છે. એટલેજ તેમાં વંશવાદનેા વેલો ઉછર્યા કરે છે.  લોકો રાજકારણથી દુર ભાગતા ફરે છે કેમકે તેમાં કાર્યકરોનું શોષણ વધુ થાય છે. રાજકારણથી દુર ભાગતી મહિલાઓેએ ચૂંટણી જંગમાં લાફો મારવાનું કે વડા પ્રધાન મોદી પર સીધા આક્ષેપો કરવાનું કહેનારામાં મહિલાઓ મોખરેે છે.

કોઇ વિજય માટે કોન્ફીડન્ટ નથી એ બતાવે છે કે પરિણામોની રાહ જોયા વિના કોઇ વિકલ્પ નથી. કહે છે કે પરિણામોની અનિશ્ચિત સ્થિતના કારણે ડિપ્રેશનમાં રહેવાના બદલે યોેગ, ધ્યાન, સ્વીમીંગ વગેરે માટે સૌથી વધુ સમય ફાળવવો જોઇએ. જોકે જેના પર વિતે એ જાણે કે ડિપ્રેશનમાંથી બહાર નીકળવું કેટલું અઘરું છે.  જેમ જેમ દિવસો કપાતા જશે એમ એમ અનિશ્ચિતતાનું પ્રેશર વધતું જશેે. ડિપ્રેશનમાં માણસ ક્યાંતો ઉંઘ્યા કરે છે કે ધ્યાન અન્યત્ર દોરવા પ્રયાસ કરે છે. અત્યાર સુધી એવું હતું કે રાજકારણની લડાઇ બહુ ઝનુની નહોતી.  

માોદી સાવ મધ્યમવર્ગમાંથી આવે છે તે તો ઠીક પણ તે ગુજરાતના છે. ઉત્તર ભારતના લોકો માટે ગુજરાતી માન્ય નથી. ૨૦૧૪માં તો ઉંઘતા ઝડપાઇ ગયા પણ ૨૦૧૯માં તેમનાથી કેમ બચવું તેના પ્રયાસ ચાલે છે. કોંગ્રેસ સૌથી જુનો પક્ષ છે. તેના માટે સત્તા મહત્વનો ટ્રેક બનતો જાય છે. 

ચૂંટાઇએ તોજ દેશના વિકાસના કામો થઇ શકે એવી ભ્રમણામાંથી દરેકે બહાર આવવાની જરુર છે. જેમને સેવા કરવી છે તેમને કોઇ રાજકીય લેબલની જરુર નથી હોતી. જોકે આવી વાતોને સુફીયાણી સલાહમાં ગણવામાં આવે છે. 

વિશ્વની સૌથી મોટી અને સૌથી મજબુત લોકશાહીમાં સત્તા મેળવવા કેવા દાવ અજમાવાય છે અને કેવી રીતે જીભનો શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે તે જોવા મળ્યું છે. 

મહિલાની ડીલીવરીનો સમય કે ક્રિકેટમાં છેલ્લી ઓવરોમાં જોવા મળતી ઉત્તેજના વગેરે સાથે લોકસભાના પરિણામો આડેના ૭ દિવસોની સ્થિતિ ને સરખાવી શકાય કોંગ્રેસવાળા કહે છે કે ૨૩મી આઇ ભાજપ ગઇ, તો ભાજપવાળા કહે છે કે ૨૩મી આઇ કોંગ્રેસ ગઇ....આ બંનેના દાવા જોઇ પ્રજા મંદ મંદ હસી રહી છે.

- પ્રસંગપટ



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E9xeIm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages