મજબૂત અને નિર્ણાયક સરકાર માટે જરૂરી છે સંપૂર્ણ બહુમત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

મજબૂત અને નિર્ણાયક સરકાર માટે જરૂરી છે સંપૂર્ણ બહુમત


ભાજપ તેના જોરે બહુમતી મેળવી લે તો ઘણા વિપક્ષી નેતાઓનાં ખભા અને કરોડરજ્જુ નમી જાય. સૌથી માંઠી દશા તો જે નેતાઓ જમાનત ઉપર છે. અથવા તો ધરપકડથી બચવા માટે દર કેટલાક સપ્તાહે કોર્ટનાં ચક્કર કાપે છે તેમની થાય. કારણ કે તેઓ સત્તા ઉપર હતાં ત્યારે તેમણે કરેલા ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે.

વળી કેટલાક પ્રાદેશિક પક્ષો પણ મજબૂત વડાપ્રધાન નથી ઇચ્છતા. મોદીએ જે રીતે એક સંનિષ્ઠ અને પ્રામાણીક વડાપ્રધાનની છબી બનાવી છે. તે જોતા મોદી ક્યારેય પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા નેતાઓ જેવાં કે માયાવતી અને મુલાયમસિંહ સાથે ગુપ્ત સંધી ન કરી શકે. આ બંને નેતાઓ ભ્રષ્ટાચારનાં ઘણા આરોપોનો સામનો કરી રહ્યાં છે.

મજબૂત અને નિર્ણાયક વડાપ્રધાનની સત્તા સ્થાનિક ઉપરાંત વિદેશી સત્તાઓ સાથે દૂરંદેશીભર્યા તથા દેશનાં સન્માનને અનુરૂપ નિર્ણયો લેવા માટે બિનપડકારજનક બની રહે છે. એક મજબૂત વડાપ્રધાન શું કરી શકે છે તે ઉધ્ધત પાડોશી ઉપર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક તથા મસુદ અઝહરને વૈશ્વિકસ્તરે બ્લેકલીસ્ટ કરવામાં આવ્યો તેવા તાજેતરનાં દ્રષ્ટાંતો ઉપરથી જોવા મળે છે. મહત્ત્વાકાંક્ષી સાથીઓ તથા ગઢબંધનનાં નેતાઓ તરફથી મળનારા વિશ્વાસઘાતનો ભય ધરાવતો વડાપ્રધાન ક્યારેય પણ આત્મવિશ્વાસ અનુભવતો નથી.

હવે મતદારો વિપક્ષોને કેટલા બક્ષે છે. તે તો આગામી ૨૩મી મે નાં દિવસે ખબર પડશે. જોકે ભાજપે તો ૨૦૧૪નું પુનરાવર્તન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેઓ વર્ષ ૨૦૧૪ પ્રકારની લહેરને નથી જોઈ શકતા તેઓ તાજેતરમાં બનેલી ઘટનાઓ જોવા અને સમજવામાં નિષ્ફળ રહ્યાં છે. પરિણામો બાદ ખરેખર કોની લહેર હતી તે શોધવાની મિડીયાની આદત ઘર કરી ગઈ છે.

અને આવું સર્વત્ર જોવા મળે છે. જો કે વર્ષ ૨૦૧૪ની સામે તમે જોશો કે આજે પણ દેશમાં મોદી તરફી અન્ડર કરન્ટ સ્પષ્ટ નીહાળવા મળે છે. મોદીનાં હાડોહાડ ટિકાકારો પણ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, તથા રાજસ્થાનમાં અંતરિયાળ ગામોમાં જોવા મળતી મોદી લહેર હોવાનો ઇન્કાર કરતા નથી.

હવે મુખ્ય મુદ્દાઓ ઉપર પાછા આવીએ તો એક નબળા ગઠબંધનનું નેતૃત્વ મોદી કરી શકશે. જાણકારો એ જોવાનું ઉચ્છે છે કે મનમોહન સિંહની જેમ મોદી પણ આવા ગઠબંધનનું નેતૃત્વ કરે. જો કે આ બંન્ને તદ્દન અલગ વ્યક્તિત્વ છે. મોદીનું માનસિકસ્તર તેમનો રાજકીય માહોલ કે જેમાં તેઓ ઉછર્યાં છે.

આ બધી બાબતો મનમોહનસિંહ સાથે સામ્યતા ધરાવતી નથી બને વચ્ચેની તુલના જાણે ચોક અને ચીઝ વચ્ચે સરખામણી કરવા બરાબર છે. મનમોહનસિંહની પ્રકૃતિ આજ્ઞાાંકિત, કોઈનાં હુકમને અનુસરવાની છે. જ્યારે બીજી તરફ મોદી અડગ અને જોહુકમીને સાંખી ન લેનારા છે. ખરેખર તો જો મનમોહનસિંહ પણ ખુદનાં જોરે વડાપ્રધાન બન્યા હોય તો તેમનાં માટે સરકાર ચલાવવી મુશ્કેલ હતી.

મોદીને ઊંડા જડ ઘાલી બેઠેલા ભ્રષ્ટાચાર તરફ તીવ્ર અણગમો છે. જો તેમને સંપૂર્ણ બહુમત નહીં મળે તો પણ એનડીએનું નેતૃત્વ તો તે જ કરશે. મુક્ત રીતે કામ કરવાની તેમની શૈલીને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. કારણ કે તેઓ મનમોહનસિંહની જેમ વિચારતા નથી.

મનમોહનસિંહને વર્ષ ૧૯૫૭માં પંજાબ યુનિવર્સિટીમાં મળેલી સૌપ્રથમ નોકરીથી માંડીને અત્યાર સુધી તેઓ ક્યારેય પણ નોકરી વગરનાં રહ્યા નથી. જ્યારે મોદીએ ક્યારેય પણ સ્થિર નોકરી કરી નથી. મોદીનો નાણાનો વપરાશ ઓછો છે. તેમને આરએસએસ પ્રચારક તરીકે ખૂબ ઓછું મહેનતાણું મળતું હતું.

નબળાં ગઠબંધનથી મોદીનાં પ્રભાવને ઓછો કરવાની ગણતરી જેઓ માંડી રહ્યા છે. તેઓ ખોટી આશા રાખી રહ્યાં છે. ભાજપ કે તેના સાથી પક્ષોને આવશ્યક નંબર નહીં મળે એ શરતે પણ મોદી વડાપ્રધાન તરીકેની સત્તાને અંકુશમાં રાખવી મુશ્કેલ છે. મોદી તો મિત્રતાભર્યું વર્તન રાખવા માટે જાણીતા વાજપાઈ પણ અલગ છે.

વાજપાઈ તેમનાં વફાદાર અને વિશ્વાસુ સાથીદારો ઉપર ઘણા આધારીત હતાં. તેમના સાથીઓ હંમેશનું અને કંટાળાજનક કામ સંભાળી લેતા હતાં. વાજપાઈ ઉપર તેમની સંનીષ્ઠ ટીમના સંપૂર્ણ આશિર્વાદ હતાં. જેનો મોદી સરકારમાં અભાવ છે. આશા રાખીએ બીજી ટર્મમાં મોદી આ ઉણપ દૂર કરશે અને વધુમાં તેઓ મનસ્વી નિર્ણયો લઈને કરેલી ભૂલો પણ રાખશે.

હિંદુત્વની લહેર સામે બિનસાંપ્રદાયિકતાનો મુખવટો ઉતરી ગયો
દિગ્વીજય સિંહે તેમનાં વ્યવહારીક હેતુંઓ માટે બિનસાંપ્રદાયિકતાનાં મશાલચી તરીકેનો તેમનો દાવો ગુમાવ્યો છે. એક સમયે તેઓ 'ફેક બાટલા હાઉસ એન્કાઉન્ટર' માટે, આસું સારવા તથા ઓસામા બીન લાદેનને ઓસામાજી તરીકે સંબોધવા માટે જાણીતા છે. હવે તેઓ પોતાના ઘરમાં સાત મંદિરો હોવાનો તથા તેઓ આસ્થાળું હિંદું તરીકેનો દાવો કરે છે. આ બાબત બિનસાંપ્રદાયિક તથા લિબરલ હોવાની વાતો કરતા હોવાને ખુલ્લી પાડે છે.

પરંતુ આ ઘોંઘાટ વચ્ચે યાદ કરો વર્ષ ૧૯૮૪માં શિખ વિરોધી રમખાણોને લગભગ શાસક પાર્ટીનાં તમામ નેતાઓએ તેને ઉચીત ઠરાવ્યા હતાં. તેઓ શિખોને પાઠ ભણાવવાની દલીલો કરતાં હતાં. જ્યારે મોટું ઝાડ પડે છે. અહીં તેમનો અસલ રંગ જોવા મળે છે. અને લિબરલ માસ્ક અને આંખનાં આસુ ગુમ થઈ જાય છે.

રાહુલ ગાંધીને કે જેઓ ડાબેરી ઝોક ધરાવતા મિડિયાનાં ખૂબ પ્રિય છે તેમને રાતોરાત શિવભક્ત અને ધાર્મિક હિંદુ બનતા જોયા છે તેઓ એક પછી એક મંદિરની મુલાકાત લેતા હતાં પરંતુ  ૨૪ X ૭ સતત ભાજપ અને આરએસએસની સામે ઝેર ઓકતી ન્યૂઝ ચેનલે આ સેક્યુલર યોદ્ધાની ટીકા કરતો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. દંભ અને બેવડા માપદંડ એ ભારતીય સેક્યુલર લિબરલ જમાતનું બીજું નામ છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WMJvtw

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages