- શુક્રવારે સવારે 10 વાગ્યે પરીક્ષા પુરી થઈ અને શનિવારે સવારે 9 વાગ્યે આચાર્યની સહી કરીને રિઝલ્ટ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યા

(પ્રતિનિધિ દ્વારા)સુરત, તા. 05 મે 2019, રવિવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષણના સ્તર અંગેના વિવાદ વચ્ચે સમિતિના શિક્ષકોએ એક અનોખો રેકર્ડ કરી દીધો છે. શિક્ષણ સમિતિની પરીક્ષા પુરી થઈ થયાંના 23 કલાકમાં જ દોઢ લાખ વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપી દીધું છે. 3 મેના રોજ સવારે 10 વાગ્યે પરીક્ષા પુરી થઈ હતી જય્રારે ૪થીએ સવારે 9 વાગ્યે દોઢ લાખ વિદ્યાર્થીને રિઝલ્ટ આપી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આટલું ઝડપી રિઝલ્ટ અપાયાનો પહેલો કિસ્સો થઈ ગયો છે.
વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા ૨૫ દિવસ સુધી ચાલી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પરીક્ષા પુરી થયાના બીજા દિવસે જ વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપી દેવા માટે શિક્ષકોને સુચના આપી દેવાતા વિવાદ થયો હતો. આટલા ઝડપી દોઢ લાખ વિદ્યાર્થીઓના પરિણામ કેવી રીતે મળશે તે અંગે અનેક અટકળ ચાલતી હતી.
જોકે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ પરીક્ષાની સાથે સાથે જ પેપર ચકાસણીનું કામ કરી દીધું હતું. આ સાથે સાથે વિદ્યાર્થીઓના કાચા પરિણામમાં વિષય પ્રમાણે માર્કસ પણ તૈયાર કરી દીધી હતી. જેના કારણે ૩ મેના રોજ સવારે 10 વાગ્યે પરીક્ષા પુરી થઈ કે તરત જ પરીક્ષા પુરી થઈ હતી તેના પેપર ચકાસણી સાથે રિઝળ્ટ તૈયાર કરી દીધું હતું. ૪ તારીખે શનિવારે સવારે સ્કુલમાં રિઝલ્ટ પર આચાર્યની સહી કરાવવા સાથે જ સવારે 9 વાગ્યે વિદ્યાર્થીને રિઝલ્ટ આપી દેવાય તેવી કામગીરી કરી હતી.
શરૂઆતમાં અશક્ય લાગતી આ કામગીરી શિક્ષકોની પરીક્ષા પુરી થયાં બાદ તરત જ પેપર તપાસવાની કામગીરી પુરી કરવાથી એક સાથે દોઢ લાખ વિદ્યાર્થીને રિઝલ્ટ આપવાની કામગીરી શક્ય બની હતી.અત્યાર સુધી શિક્ષણનું સ્તરના મુદ્દે શિક્ષકોને અપયશ મળતો હતો પરંતુ પરીક્ષા પુરી થઈને 23 કલાકમાં જ દોઢ લાખ વિદ્યાર્થીને રિઝલ્ટ આપવાની કામગીરીને પગલે શિક્ષકોની કામગીરીની સરાહના થઈ રહી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V18tU7
No comments:
Post a Comment