રેકોર્ડ બ્રેક, જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ફેસબુકએ 2.2 અરબ ફેક અકાઉન્ટ કર્યા બ્લોક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

રેકોર્ડ બ્રેક, જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ફેસબુકએ 2.2 અરબ ફેક અકાઉન્ટ કર્યા બ્લોક


કેલિફોર્નિયા, 24 મે 2019, શુક્રવાર

ફેસબુકએ અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે જેમાં એક વધારો થયો છે. ફેસબુકએ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 2.2 અરબ નકલી અકાઉન્ટને બ્લોક કર્યા છે. આ અગાઉ ઓક્ટોબરથી ડિસેમ્બર માસ દરમિયાન 1.2 અરબ અકાઉન્ટ દૂર કરવામાં આવ્યા હતા. દુનિયાભરમાં ફેસબુકના મંથલી એક્ટિવ યૂઝર્સની સંખ્યા 2.38 અરબ છે. તેવામાં 2.2 અરબ અકાઉન્ટ બ્લોક કરવા મોટું પગલું છે. મહત્વપૂર્ણ છે કે ડેટા શેરિંગ અને ફેક અકાઉંટને લઈ અનેક દેશોમાં ફેસબુકની નિંદા થઈ રહી છે, કેટલાક દેશોની સરકારે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે. 

ફેસબુકએ નકલી અકાઉન્ટ વિરુદ્ધ ભરેલા પગલાની જાણકારી પોતાની કોમ્યુનિટી સ્ટૈંડર્ડ રિપોર્ટમાં આપી છે. કંપનીના જણાવ્યાનુસાર આ રિપોર્ટ વર્ષમાં 4 વાર જાહેર કરવામાં આવશે. ફેસબુકની જેમ ઈંસ્ટાગ્રામને લઈને પણ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. ઝુકરબર્ગએ જણાવ્યું હતું કે હાલ સોશિયલ મીડિયા માટે જે સમસ્યાઓ પડકાર સમાન છે તેને દૂર કરવા અને યૂઝર્સની સુરક્ષા તેમજ સુવિધા વધે તે માટે ખાસ પગલાં ભરવામાં આવશે. ફેક અકાઉન્ટને દૂર કરવા માટે કંપની સૌથી પહેલા કામ કરી રહી છે. 

યૂઝર્સની સુવિધા માટે કંપની આર્ટિફિશિયલ ઈંટેલીજેંસ લાગૂ કરવા જઈ રહી છે. તેના માટે કંપની એક સ્વતંત્ર બોર્ડ પણ બનાવશે જેના માધ્યમથી યૂઝર્સની સમસ્યાનું સામાધાન કરવામાં આવશે. આ બોર્ડનો નિર્ણય અંતિમ નિર્ણય માનવામાં આવશે. આ ઉપરાંત કંપની અનુસાર હેટ સ્પીચ સૌથી મોટો પડકાર છે. અત્યાર સુધીમાં એવી કોઈ સિસ્ટમ બની નથી જેની મદદથી આ પ્રકારના કંટેંટને રોકી શકાય. તેના માટે પાયલોટ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે યૂઝર્સના ડેટાને ગેરકાયદે શેર કરવા મામલે ન્યૂયોર્કના અટોર્ની જનરલએ ફેસબુક વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. કંપની વિરુદ્ધ આ ત્રીજી તપાસ છે. આ સાથે જ કેનેડા અને આયરિશ સરકારે પણ ડેટા લીક મામલે તપાસની ઘોષણા કરી છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HApVeJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages