ખુશખબર, સસ્તા થશે કેબલ, ડીટીએચ બિલ, ટ્રાયએ નિયમોમાં કર્યા ફેરફાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

ખુશખબર, સસ્તા થશે કેબલ, ડીટીએચ બિલ, ટ્રાયએ નિયમોમાં કર્યા ફેરફાર


નવી દિલ્હી, 24 મે 2019, શુક્રવાર

1 ફેબ્રુઆરીથી કેબલ અને ડીટીએસ ઓપરેટરો માટે ટ્રાયએ નવા નિયમો લાગૂ કર્યા હતા. પરંતુ તેનાથી ગ્રાહકોને લાભ થયો નહીં અને તેમની ફરિયાદો વધવા લાગી. તેવામાં ટ્રાયએ ગ્રાહકોના માસિક કેબલ અને ડીટીએચના બિલ ઘટે તે માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. એક અધિકારીના જણાવ્યાનુસાર ટ્રાયના નવા ટૈરિફમાં ટીવી જોવું સસ્તુ થાય તેવો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો પરંતુ તેમ થયું નહીં. તેથી હવે ફરીથી નિયમોમાં ફેરફાર કરી આ ખર્ચ ઘટે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. 

ટૈરિફમાં ઘટાડો થાય ઉપરાંત હોટસ્ટાર, એરટેલ અને સોની લિવ જેવી ઓટીટી એપને ટીવી ચેનલોની જેમ એક લાયસન્સ ફ્રેમવર્ક હેઠળ લાવવા વિચાર કરવામાં આવી રહ્યો છે. ઓટીટી પર ટીવી ચેનલ્સને એપ પર કોઈપણ રેગલ્યુલેશન વિના દેખાડવામાં આવે છે. દેશમાં બ્રોડકાસ્ટિંગ લાયસન્સ 10 વર્ષ માટે આપવામાં આવે છે. લાયસન્સ લેનારને કેબલ ટીવી કાયદા હેઠળ પ્રોગ્રામિંગ અને એડ કોડનું પાલન કરવું પડે છે. ચૈનલ અને પ્રસારણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર કામ કરવું પડે છે. પરંતુ એપ માટે કોઈ લાયસન્સ લેવું પડતું નથી. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WqM8UE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages