online રૂમ બુક કરાવનાર વ્યક્તિને રહેવા મળ્યું શિપિંગ કંટેનર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

online રૂમ બુક કરાવનાર વ્યક્તિને રહેવા મળ્યું શિપિંગ કંટેનર


એમ્સટર્ડમ, 24 મે 2019, શુક્રવાર

બ્રિટનના બેન સ્પેલર નામના વ્યક્તિએ એમ્સટર્ડમ જતા પૂર્વે ઓનલાઈન રૂમ બુક કરાવ્યો હતો. તેણે ઓનલાઈન બુકિંગ તો કરી લીધું પરંતુ જ્યારે તેણે ત્યાં જઈને જોયું તો તેની આંખો ચાર થઈ ગઈ. જી હાં ઓનલાઈન બુકિંગ કરાવનાર જ્યારે એમ્સટર્ડમ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેને રૂમના બદલે શિપિંગ કંટેનર રહેવા માટે આપવામાં આવ્યું છે. જો કે આ ઘટનાની જાણ તેણે બુકિંગ કરનાર કંપનીને આપી તો તેને વળતર આપી દેવામાં આવ્યું. 

સ્પેલરએ રૂમ માટે 100 પાઉંડ એટલે કે 9000 રૂપિયા ચુકવ્યા હતા. તેણે એરબીએનબી લોજિંગ્સના માધ્યમથી બુકિંગ કર્યુ હતું. પરંતુ જ્યારે તે રૂમના એડ્રેસ પર પહોંચ્યો ત્યારે જોયું કે રોડ નજીક એક કાર્ગો કંટેનર રાખવામાં આવેલું છે. આ કંટેનરમાં અંદર જઈ તેણે જોવા મળ્યું કે જમીન પર ગાદલા રાખેલા છે અને કંટેનરમાં એક બાથરૂમ પણ આપવામાં આવેલું હતું. સ્પેલરએ આ ઘટનાની પોસ્ટ ફોટો સાથે ફેસબુક પર શેર કરી લખ્યું કે કેવી રીતે બુકિંગના નામે કંપનીએ તેની સાથે છેતરપિંડી કરી. 

ફરિયાદ કર્યા બાદ કંપનીએ સ્પેલરને 9000 રૂપિયા પરત આપ્યા અને અન્ય હોટલમાં રોકાવાની વ્યવસ્થા પણ કરી. કંપનીએ પોતાના પ્લેટફોર્મ પરથી સન ટ્રેવલની પ્રોફાઈલ પણ હટાવી જેણે રૂમના બદલે કસ્ટમર માટે કંટેનરની વ્યવસ્થા રાખી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તેમની વેબસાઈટ પર 50 કરોડ લોકો બુકિંગ માટે આવે છે. રોજ રાતે 20 લાખ લોકો તેમને સર્ચ કરે છે પરંતુ આવી ઘટના ક્યારેક જ બને છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JBD0qn

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages