શિવસેના-ભાજપની યુતિ ટકી રહેતો વિધાનસભાની ચૂંટણીમાં બન્નેનો ફાયદો થશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

શિવસેના-ભાજપની યુતિ ટકી રહેતો વિધાનસભાની ચૂંટણીમાં બન્નેનો ફાયદો થશે


મુંબઈ, તા. 25 મે 2019, શનિવાર

મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૧૪માં યોજયેલી વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના-ભાજપ અલગ-અલગ ચૂંટણી લડી હતી. એટલે કે યુતિ થઇ ન હી. પણ અત્યારે લોકસભાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ-શિવસેનાએ યુતિ કરીને ચૂંટણી લડી હતી. અને પરિણામ સામે જોતાં મુંબઇની વિધાનસભા મતદાર ક્ષેત્ર મુજબ પડેલા મતમાં મુંબઇની ૩૬ બેઠક પૈકી ૨૧ મતદાર ક્ષેત્રમાં યુતિના મતમાં ધરખમ વધારો થયો છે. અને ૧૪ ઠેકાણે યુતિના મત ઘટયા છે. આથી આગામી વિધાનસભાની ચૂંટણી યુતિ કરીને લડાશે તો શિવસેના-ભાજપને સારો એવા ફાયદો થશે એવું રાજકીય નિષ્ણાતોનું કહેવું છે.

 મોદીની લહેર અને શિવસેના-ભાજપ યુતિ કરીને વિધાનસભાની ચૂંટણી લડસે તો મુંબઇની ૩૬ વિધાનસભા  બેઠક પૈકી યુતિ ૩૧ બેઠક હાંસલ કરી શકશે. જે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીના પરિણામ પરથી શક્યતા વર્તાઇ રહી છે. જોકે મુંબઇની લોકસભાની એક પણ બેઠક કોંગ્રેસ-એન.સી.પી. ગઠબંધન જીતી શકી નથી.

વર્ષ ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મુંબઇમાં કોંગ્રેસે ચાર બેઠક પર જીત મેળવી હતી. એમાં મલાડ, ચાંદીવલી, મુંબાદેવી અને ધારાવીનો સમાવેશ થાય છે.

જોકે લોકસભાની ચૂંટણીના ગુરુવારે આવેલા પરિણામ જોતાં મલાડ અને ચાંદીવલી વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ બાદ બીજી નંબરે કોંગ્રેસને મત મળ્યા છે. આ બન્ને વિધાનસભા મતદાર ક્ષેત્ર કોંગ્રેસનો ગઢ કહેવાય કારણ કે અહીં લઘુમત્તી મતદારો વધારે છે.

ઉત્તર મુંબઇ લોકસભા મતદાર ક્ષેત્રમાં આવતાં મલાડ વિધાનસભા મતદાર ક્ષેત્રમાંથી ભાજપના ગોપાલ શેટ્ટીને ૨૦,૦૨૭ મતની લીડ સરસાઇ હતી. જે કોંગ્રેસની ઉમેદવાર ઉર્મિલા માતોડકર સામે વધારે હતા.

જ્યારે ચાંદીવલી વિધાનસભા મતદાર ક્ષેત્ર ઉત્તર મધ્ય મુંબઇ લોકસભા મતદાર ક્ષેત્રની અંદર આવે છે. અહીંથી ભાજપના ઉમેદવાર પૂનમ મહાજને પોતાના  મજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસ ઉમેદવાર પ્રિયા દત્તા કરતાં ૨૯ હજાર મતો મેળવ્યા હતા. આ વિધાનસભા મતદાર ક્ષેત્ર લઘુમતી મતદારો વધારે છે. એટલે કે કોંગ્રેસનો ગઢ છે. અને ચાંદીવલીથી ચૂંટાઇને આવતાં ભૂતપૂર્વ પ્રધાન નસીમખાનનો વિસ્તાર છે.

વર્ષ ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં મુંબઇની ૩૬ બેઠક પૈકી ભાજપ અને શિવસેનાને કુલ મળીને ૩૦ બેઠક મલી હતી. કોંગ્રેસને ચાર, એ.આઇ.એમ.એમ અને સમાજવાદી પાર્ટીને એક એક બેઠક મળી હતી.

જ્યારે દક્ષિણ મુંબઇની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવરાને મુંબાદેવી વિધાનસભા મતદાર ક્ષેત્રથી ૩૫ હજાર મત અને ભાયખલા વિધાનસભા મતદાર ક્ષેત્રથી ૨૩ હજાર મતોની સરસાઇ (લીડ) મળી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WnZaSN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages