
બે એરિયા, તા. 6 મે 2019, સોમવાર
શ્રી સંતરામ મહારાજની કૃપાથી બ્રહ્મલીન પૂ. નારાયણદાસજીની પ્રેરણાથી અને પ્રાતઃસ્મરણીય પૂ. રામદાસજી મહારાજના આશીર્વાદથી સૌ પ્રથમ વખત સંત શ્રી પૂ. હરિદાસજી મહારાજશ્રી નડિયાદથી અમેરિકા ૬ વીક માટે પધારેલ છે.
સમગ્ર અમેરિકામા સંતરામ ભક્તો તેમને આવકારવા તેમના સાનિધ્યમાં સત્સંગ તથા સુંદરકાંડ પાઠ કરવા ખૂબ આતુર બન્યા છે. અને જ્યાં જ્યાં સંત શ્રી પૂ. હરિદાસજી પધાર્યા છે ત્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરી સત્સંગ કરી ધર્મલાભ લીધો છે.
૧૮૮ વર્ષ અગાઉ પૂ. સંતરામ મહારાજના આશીર્વાદથી નડિયાદનું સંતરામ મંદિર શરૂ થયેલ. સેવા અને સમર્પણના શુભ આશયથી શરૂ થયેલ શ્રી સંતરામ મંદિર હાલમાં પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજશ્રીના કૃપા આશ્રયમાં સર્વે ભક્તોને જ્ઞાાન- ભક્તિ- સેવાનો લાભ આપે છે.
પૂ. સંતશ્રી હરિદાસજી મહારાજ શનિવાર ૨૭ એપ્રિલ, ૨૦૧૬ના રોજ બે એરિયામાં પધાર્યા હતા. બે એરિયાના સંતરામ ભક્ત સમાજના શ્રી સતીષભાઈ પટેલ અને હરિભક્તોએ સનીવેલ શહેરના શિવદુર્ગા ટેમ્પલ ખાતે સુંદરકાંડ પાઠ કર્યો હતો અને તેમાં પૂ. સંતશ્રી હરિદાસજી મહારાજ પણ જોડાયા હતા.
શિવદુર્ગા ટેમ્પલના પ્રમુખ શ્રી આ આચાર્યજીએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મોટો સાથ આપ્યો હતો.પૂ. સંતશ્રી હરિદાસજી મહારાજે બે એરિયાના સતીષભાઈ પટેલ અને ભક્તો દ્વારા સુંદરકાંડ પછી હરિભક્તોએ પૂછેલ પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
આશરે ૪૨૫ હરિભક્તોએ પૂ. સંતશ્રી હરિદાસજીના આશીર્વાદ મેળવી ધન્ય થયા હતા.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VABbAx
No comments:
Post a Comment