રાષ્ટ્રપતિએ 16મી લોકસભા વિસર્જન કરવાની ભલામણને મંજૂરી આપી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

રાષ્ટ્રપતિએ 16મી લોકસભા વિસર્જન કરવાની ભલામણને મંજૂરી આપી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 25 મે, 2019, શનિવાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે ૧૬મી લોકસભાનું વિસર્જન કરવાની કેબિનેટની ભલામણને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે ગઇકાલે  લોકસભાનું વિસર્જન કરવાની ભલામણ કરી હતી. 

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ કેબિનેટની આ ભલામણનો સ્વીકાર કરતા બંધારણની કલમ ૮૫ની પેટા કલમ ૨ના સહ જોગવાઇ(બી)ના હેઠળ પ્રાપ્ત અધિકારોનો પ્રયોગ કરીને ૧૬મી લોકસભાનું વિસર્જન કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં.  ૧૬મી લોકસભાની મુદ્દતનો કાર્યકાળ ૩ જૂને સમાપ્ત થઇ રહ્યો છે.

૧૬મી લોકસભાની પ્રથમ બેઠક ૪ જૂન, ૨૦૧૪ના રોજ બોલાવવામાં આવી હતી અને તે દિવસે સભ્યોે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતાં. 

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પોતાના બંને સહયોગી ચૂંટણી કમિશનર અશોક લવાસા અને સુશીલ ચંદ્રાની સાથે રાષ્ટ્રપતિને નવા ચૂંટાયેલા સાંસદોની યાદી સોંપી દીધી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QnPPFg

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages